ભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથીઃ ચિત્રાંગદા

0
5

મુંબઈ,તા.૨૭
અભિનેત્રી ચિત્રાંગદા સિંઘે કહ્યું હતું કે ફોર્મ્યુલા ફિલ્મોનો સમય હવે પૂરો થયો. ભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથી. દર્શકોને હવે કંઇક નવું જાઇએ છે.
અત્યાર અગાઉ બિનપરંપરાગત રોલ્સ સ્વીકારનારી આ અભિનેત્રી માને છે કે એને પોતાને માટે સૈફ અલી ખાનની બાઝાર ફિલ્મ સફળ હતી. પછી ભલે આ ફિલ્મે બોક્સ આૅફિસ પર ધાર્યો બિઝનેસ ન કર્યો હોય.
એણે કહ્યું કે ઓડિયન્સ હવે જુદા પ્રકારની ફિલ્મો પણ સ્વીકારતું થયું છે એ બિનપરંપરાગત ફિલ્મો બનાવનારા સર્જકો અને મારા જેવા કલાકારો માટે ખૂબ આનંદની વાત છે.
દાયકાઓથી એકના એેક પ્રકારની ફોર્મ્યુલા ફિલ્મો બનતી રહી અને દર્શકો જાતાં રહ્યાં. હવે એ નહીં ચાલે. દર્શકો માટે આખી દુનિયાનું મનોરંજન આંગળીના ટેરવે આવી ગયું છે. હવે ફોર્મ્યુલા ફિલ્મોનો
યુગ પૂરો થયો ગણી શકાય. ‘ફિલ્મ સર્જનમાં અત્યારે જે પરિવર્તન આવી રહ્યું છે એનો યશ હું ઓડિયન્સને આપું છું. ઓડિયન્સે દેખાડી દીધું કે બિનપરંપરાગત ફિલ્મો પણ અમને ગમે છે.’
ચિત્રાંગદાએ કહ્યું કે હવે ફિલ્મ સર્જકો અને અદાકારોએ સ્ક્રીપ્ટ પર વધુ ધ્યાન આપવું પડશે. માત્ર ફોર્મ્યુલા આધારિત ફિલ્મો હવે ચાલશે નહીં. આ વાત જે જે ફિલ્મ સર્જકને સમજાઇ ગઇ એને સફળતાનું રહસ્ય મળી ગયું એમ કહી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY