સબરીમાલા મંદિર અંગે વિરોધ બાદ સમાજ સેવિકા રેહાના ફાતિમાની ધરપકડ

0
8

કોચિ,તા.૨૭
સમાજ સેવિકા રેહાના ફાતિમાની કોચી પોલીસે તેમના ઘરેથી ધરપકડ કરી છે. રેહાનાએ કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સબરીમાલામાં પ્રવેશ કરવા બાબતે તેઓ અત્યંત ચર્ચામાં રહ્યા હતા.
તેમના પર આરોપ છે કે, તેમણે ફેસબુક પોસ્ટ મારફતે અયપ્પા ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ અંગે કોચિના પથાનામથિટ્ટા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઇ હતી. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને મંગળવારે રેહાના ફતિમાની તેમના ઘર પરથી ધરપકડ કરી હતી. રેહાનાની કલમ ૨૯૫એ હેઠળ ધરપકડ કરાઇ છે.
અગાઉ કેરળના એક પ્રોફેસરે તેમના વિદ્યાર્થીઓના શરીરના અંગોને તડબૂજ ગણાવ્યા હતા. ત્યારબાદ અનેક મહિલાઓ તડબૂજ સાથે ફોટા પોસ્ટ કર્યા હતા. કેટલીક મહિલાઓએ તો તડબૂજ સાથે ટોપલેસ ફોટો શેર કર્યો હતો. આની શરૂઆત રેહાના ફાતિમાએ કરી હતી.
રેહના એક મોડલ અને એક્ટિવિસ્ટ છે. ૩૧ વર્ષીય રેહાના સરકારી નોકરી કરે છે. તેમના બે બાળકો પણ છે. રેહાના રૂઢિવાદી સમાજ અંગે મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારો જેવા વિવધ મુદ્દાઓ ઉઠાવે છે. રેહાના અગાઉ કિસ ઓફ લવમાં પણ ભાગ લઇ ચૂક્યા છે. સાથે તેઓ કેરળના ત્રિચુરમાં ઓણમમાં ટાઇગર ડાન્સ કરનારી પ્રથમ મહિલા હતી. તેમના પહેલા આ પારંપારિક નૃત્ય માત્ર પુરુષો જ કરતા હતા. તેમનો જન્મ એક રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY