દિલ્હી,તા.18
બળાત્કારની ઘટનાઓ પર હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરના વિવાદાસ્પદ નિવેદને રાજકીય વમળો પેદા કર્યા છે. કોંગ્રેસે હરિયાણાની ખટ્ટર સરકાર પર મહિલાઓનો તિરસ્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દ્વારા બળાત્કારની ઘટનાઓમાં મહિલાઓને જવાબદાર ઠેરવતી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ કોંગ્રેસ આકરેપાણીએ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મનોહરલાલ ખટ્ટરની વિવાદીત ટીપ્પણીને મહિલા વિરોધી ગણાવીને તેમને મહિલાઓની માફી માગવા માટે જણાવ્યું છે. સૂરજેવાલા દ્વારા ટ્વિટર પર ખટ્ટરના કથિત નિવેદનનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાનો દાવો છે કે ખટ્ટરે કહ્યું છે કે બળાત્કારની મોટાભાગની ઘટનાઓ એવી મહિલાઓ સાથે થાય છે કે જે બહાર ઉઠતી-બેસતી અને હરતી-ફરતી હોય છે. સૂરજેવાલાએ કહ્યું છે કે બળાત્કાર અને ગેંગરેપની વધતી ઘટનાઓનો દોષ મહિલાઓના ચરિત્ર પર મઢવો બેહદ શરમ જનક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




