મૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા,’ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે છે’: શાહ

0
5

ન્યુ દિલ્હી,તા.૨૮
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં વિપક્ષના પ્રહારો ઝીલી રહેલ ભાજપ શુક્રવારના રોજ આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ફ્રન્ટફૂટ પર છે. નજરકેદ એકિટવિસ્ટ્‌સને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ભાજપે પત્રકાર પરિષદ કરી કાંગ્રેસ પર પ્રહારો કર્યા, ત્યાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્‌વીટના સહારે જ તેના પર પ્રહારો કર્યાં. શાહે રાહુલ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે મૂર્ખતા માટે માત્ર એક જ જગ્યા છે અને તેને કાંગ્રેસ કહેવાય છે. જા કે વાત એમ છે કે નકસલ કનેકશન પર પાંચ એકિટવિસ્ટસને નજરકેદ કર્યા બાદ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર કટાક્ષ કર્યો હતો કે ભારતમાં માત્ર એક દ્ગર્ય્ં માટે જગ્યા છે અને તેને ઇજીજી કહેવાય છે.
રાહુલે કહ્યું હતું કે તમામ દ્ગર્ય્ંજને બંધ કરી દો. તમામ એકિટવિસ્ટોને જેલમાં નાંખી દો અને જે ફરિયાદ કરે તેને શૂટ કરી દો. હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ અમિત શાહે તેમના (રાહુલ) જ લહેકામાં જવાબ આપ્યો છે. ભાજપ અધ્યક્ષે ટ્‌વીટ કર્યું, ‘ભારતના ટુકડે-ટુકડા ગેંગ, માઓવાદીઓ, ફેક એÂક્ટવિસ્ટો અને ભ્રષ્ટ લોકોનું સમર્થન કરો. જે ઇમાનદાર છો અને કામ કરી રહ્યાં છે, તે તમામને બદનામ રકો. રાહુલ ગાંધીની કાંગ્રેસનું સ્વાગત છે.’
ભાજપે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પત્રકાર પરિષદ કરી રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા. ભાજપ પ્રવકતા સાંબિત પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું છે કે નકસલ લિકંમાં એકિટવિસ્ટસની ધરપકડનું કારણ રાજકીય અસહમતિ નહોતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને આખ કાંગ્રેસનો એક જ મત હતો કે સરકારથી અસહમતિ વ્યક્ત કરનારની ધરપકડ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે એ વાતને રદ કરી છે.
પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય કાંગ્રેસ પાર્ટીની હાર છે. રાહુલ ગાંધીએ આ નિર્ણય બાદ માથું શરમથી ઝુકાવી દેવું જાઇએ. રાહુલ પોતાની રાજનીતિનો પરવાનો ચઢાવા માટે દેશની સુરક્ષાને તાક પર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોર્ટે એમ પણ સ્પષ્ટતા કરી કે કોઇપણ આરોપીને તપાસ એજન્સીની પસંદગી કરવાનો અધિકાર નથી, જ્યારે આ મુદ્દા પર અત્યાર સુધી રાજનીતિ થઇ રહી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY