મુંબઈ,તા.૨૯
ફિલ્મ સર્જક નંદિતા દાસ ઠાકુરે કહ્યું હતું કે મેં કોઇને હીરો કે સ્ટાર બનાવવાના હેતુથી મન્ટો ફિલ્મ બનાવી નથી. હું મન્ટોના સાહિત્યની ચાહક છું માટે એમની ફિલ્મ બનાવવાનું પસંદ કર્યું હતું.
કેટલાક રીઢા સમીક્ષકોએ પણ મન્ટોની ફિલ્મને બિરદાવતાં એ હકીકતની નોંધ લીધી હતી કે મન્ટોની નબળાઇઓ અને ભૂલોનો પણ આ ફિલ્મમાં સમાવેશ કરીને નંદિતાએ વાસ્તવિક ચિત્ર ખડૂં કર્યું હતું. સંજુ ફિલ્મની જેમ કથાનાયકને હીરો બનાવવા જેવી ભૂલ કરી નથી.
સાથોસાથ ફિલ્મની કથામાં મન્ટોની કેટલીક યાદગાર ટૂંકી વાર્તાઓ પણ સમાવી લઇને નંદિતાએ ઊર્દૂ સાહિત્ય પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કર્યો છે.
એ સંદર્ભમાં બોલતાં નંદિતાએ કહ્યું કે મન્ટોની સ્ક્રીપ્ટ લખતી વખતેજ મારા મનમાં સ્પષ્ટ ચિત્ર હતું કે મારે મન્ટોની એક માણસ તરીકેની ઊણપો કે મર્યાદાને છૂપાવવી નથી.
એ જેવા હતા જેવા મારે એમને રજૂ કરવા હતા. એમને સજ્જન અને સદ્ગ્રહસ્થ તરીકે રજૂ કરવાથી તો ગેરસમજ ઊભી થવાની શક્્યતા હતી. એ હકીકત ધ્યાનમાં રાખીને મેં એમના વ્યક્તિત્વની બંને બાજુને સમતોલ રાખીને રજૂ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




