શ્રીનગર,તા.૪
જમ્મુ કશ્મીરના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએCRPFની ડ્ઢ/૧૭૭ બટાલિયનના જવાનો ઉપર ગ્રેનેડ હુમલો કર્યાના સમાચાર છે. આ ઘટનામાંCRPFના ચાર જવાન ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ ઉત્તર કશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના સંગ્રામ વિસ્તારમાં આતંકીઓએ ઝ્રઇઁહ્લના જવાનો ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને સારવાસર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. આતંકીઓની શોધ માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, ગત કેટલાક દિવસો દરમિયાન જમ્મુ-કશ્મીરના બારામુલા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થઈરહ્યુ છે. જેમાં સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં પણ આતંકીઓએ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જાકે સદનસીબે પોલીસકર્મીઓ તેમનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




