હવે મકાન ખરીદારોને પણ નાણાંકીય લેવડ-દેવડના અધિકાર મળશે

0
276

ન્યુ દિલ્હી,તા.૧૧
ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) ૨૦૧૬માં સંશોધનના એક ખરડાને સંસદની મંજૂરી મળી ગઈ છે. લોકસભાથી ૩૧ જૂલાઈએ મંજૂરી મળ્યા બાદ ગઈકાલે રાજ્યસભામાં પણ તેને ધ્યનિ મતથી લીલીઝંડી આપી દેવાઈ હતી. આ સંશોધનથી મકાન ખરીદારોને નાણાકીય લેવડ-દેવડ બનાવવા અને નાના ઉદ્યોગોને દેવાળિયા મામલા માટે અલગ તંત્ર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.
જા કે સરકારે આ સંશોધનોને તત્કાલ લાગુ કરવા માટે ૬ જૂને વટહુકમ જારી કર્યા હતો. ગઈકાલે પસાર ખરડો આ વટહુકમનું સ્થાન લેશે. કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે ખરડા પર ચર્ચા દરમિયાન જવાબ આપતાં કહ્યું કે સંશોધન બાદ નાની દેવાળિયા થયેલી કંપનીઓનું પણ સમાધાન થઈ શકશે. એ સમયે મોટા દેવાળિયા કારોબારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થઈ શકશે. તેમણે કહ્યું કે ખરડાનો ઉદ્દેશ દેવાળિયા મામલામાં સમાધાન કાઢવાનો છે, કંપનીઓને સમાપ્ત કરવાનો નહી.
ગોયલે કહ્યું કે અમે દેવાળિયા મામલાનો ઝડપથી નિકાલ ઈચ્છે છે. દેવાળિયા પ્રક્રિયાથી દેશને ફાયદો મળશે અને તેમાં ફસાયેલા હજારો કરોડોની પરિસંપિત્તઓનો ઉપયોગ થઈ શકશે. કાયદામાં જરૂરી ફેરફાર માટે સરકારે નવેમ્બર ૨૦૧૭માં ઈન્સોલ્વન્સી લો કમિટી બનાવી હતી. તેણે ૨૬ મેના પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. તેની પણ ભલામણો સ્વીકાર કરીને ખરડામાં સામેલ કરાયો હતો. તેમણે જણાવ્યું કે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી માટે નાણાકીય લેણદારોના ન્યુનત્તમ ૬૬ ટકા વોટિંગ શેયરોની મંજૂરી જરૂરી છે. આમ તો સામાન્ય નિર્ણયમાં કોઈ પણ કંપનીમાં ૫૧ ટકા વોટિંગથી થાય છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY