ગુજરાતના આર્ટિસ્ટો ફ્રાન્સમાં યોજાનાર ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે

0
235
૩૯મા ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં કુલ ૨૬ લોકોનું ગ્રુપ જઇ રહ્યું છે

પાંચ દાયકાથી પણ વધારે સમયથી કથક ડાન્સ સાથે સંકળાયેલા શુભાબહેન દેસાઇ અનેકો વખત પરફોર્મન્સ આપવાની સાથે વિવિધ દેશમાં યોજાતા ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઇ ચૂક્યા છે. તેમની આગેવાની હેઠળ એક સંસ્થા દ્વારા આ વખતે ફ્રાન્સમાં યોજાનાર ‘Le Trou Normand’ ર્શસિચહગદ નામના ૩૯મા ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં કુલ ૨૬ લોકોનું ગ્રુપ જઇ રહ્યું છે. એમાં ૧૬ ડાન્સર છે. બાકીના મ્યુઝિશિયન છે, જેમાં અમુક પાર્ટિસિપેન્ટસ બરોડાના છે. ફ્રાન્સના ડોરમન્ટ શહેરમાં યોજાતા આ ફેસ્ટિવલમાં અન્ય દેશના ડાન્સ ગુ્રપ આવીને પોતાની સંસ્કૃતિનું પરફોર્મ કરે છે. એમાં શુભાબહેનનું ગુ્રપ આપણા દેશને રિપ્રેઝન્ટ કરશે, જેમાં તેઓ કથક નૃત્યમાં હોળી, તરાના અને સૂફી રજૂ કરશે અને રાજસ્થાની ઘુમ્મર ઉપરાંત રાસ પણ રજૂ કરવાના છે. નવાઇની વાત તો એ છે કે સમગ્ર ભારતમાંથી તેમનું ગુ્રપ જ આ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે એમાં ૮ વર્ષથી માંડી ૪૫ વર્ષ સુધીના ડાન્સરો એક સ્ટેજ પર સાથે પરફોર્મ કરવાના છે. ચોથા ધોરણમાં ભણતી આઠ વર્ષની જાઇ શાહ સૌના આકર્ષણનું કેન્દ્ર છે. તે કહે છે, ‘હું પહેલી વખત ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઇ રહ્યું છે અને સિનિયર મોસ્ટ આટસ્ટો સાથે સારી રીતે કામ કરી શકું એ માટે મેં સખત મહેનત કરી છે. તથા તેમની સાથે કામ કરવાની જે તક મળી છે તેનો આનંદ છે.’ વિદેશમાં ઇન્ડિયન ડાન્સને બહુ સન્માન આપવામાં આવે છે ‘ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ દર વર્ષે વિવિધ દેશોમાં યોજાતા હોય છે. એ ઓપન ફોર ધ ઓલ હોય છે. એમના અમુક નિયમો હોય છે જે આપણે ફોલો કરવાના હોય છે. બાકી દરેક ગુ્રપ ભાગ લઇ શકે છે. અત્યાર સુધી અમે ચાર દેશના ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઇ ચૂક્યા છે પરંતુ ફ્રાન્સના આ ફેસ્ટિવલમાં પહેલી વખત જઇ રહ્યાં છીએ. ત્યાં જઇને ઇન્ડિયન કલ્ચરને સારી રીતે રીપ્રેઝન્ટ કરી શકીએ એ માટે અમે એક મહિનાથી સતત પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ. અહીંની યુવાન પેઢી કલાસિકલ ડાન્સથી વિમુક્ત થઇ રહી છે એ વાતનું દુઃખ છે પરંતુ વિદેશમાં તેનો ભારે પ્રભાવ છે. તેઓ એને બહુ રિસ્પેક્ટ આપે છે અને શીખવા માટે ઇન્ડિયા આવે છે જે માટે પ્રાઉન્ડ ફીલ થાય છે.’ – શુભા દેસાઇ, કથક નૃત્યાંગના

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY