નર્મદા ભરૂચ જિલ્લા પંચાયતમાં બીટીપી-કોંગ્રેસ ગઠબંધન તૂટે તેવી અટકળો 

0
93

નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી અયક્ષ બહાદુર વસાવાએ બીટીપીના સૌરક્ષક છોટુ વસાવાને એક પત્ર લખ્યો

રાજપીપળા : 2019 લોકસભા ચૂંટણીમાં બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય ન બનતા બીટીપી એ એકલા હાથે પોતાના આદિવાસી વિસ્તારમાં લોકસભાની સાત બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.

આ જાહેરાત બાદ નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયતમાં બીટીપી-કોંગ્રેસનું ગઠબંધન તોડી પાડવા નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવાએ બીટીપીના સૌરક્ષક છોટુ વસાવાને એક પત્ર લખ્યો છે તેમાં જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલને એક વોટ આપી રાજ્યસભામાં લઘુમતી ચેહરો ન જવા દેવાના ભાજપના ગેમ પ્લાનને ઊંધો પાડ્યો હતો તેમ છતાં કોંગ્રેસ તમારા એક મતની કિંમત ન સમજતી હોય તો અમે નર્મદા જિલ્લા પંચાયતનું કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડવા તૈયાર છે. કોંગ્રેસે આજદિન સુધી સત્તાધારી પક્ષ સાથે મેળાપીપણા કરી ગુજરાતમાં તથા ભરૂચ બેઠક પર 1998 થી આવી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. અને ભાજપને ગુજરાતમાં જીતાડતા આવ્યા છે.તો શું બહાદુર વસાવાના આ પત્ર બાદ નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયતનું બીટીપી-કોંગ્રેશ ગઠબંધન તૂટી જશે કે કેમ એ સવાલ હાલ નર્મદા જિલ્લા પંચાયતમાં ભારે ચર્ચામાં રહ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY