ડાંગ આહવા જિલ્‍લામાં તા.૧૬ જુલાઇથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન

0
9

જિલ્‍લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના કુલ ૬૮ હજારથી વધુ બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૫ જુલાઇઃ- સરકીટ હાઉસ આહવા ખાતે આજરોજ મિઝલ્સ રૂબેલાના કેમ્પેઇન સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આપણે શીતળા તથા પોલીયોના રોગનું નિર્મુલન કરી શકાયા છીએ હવે ઓરી અને રૂબેલા આ બે રોગને હરાવવા આપણે સૌ કટિબધ્‍ધ બનીએ. આપણી ભાવિપેઢીને તંદુરસ્ત  બનાવવા માટેનું આ અભિયાન છે. તેમ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

અધિક જિલ્‍લા આરોગ્ય અધિકારી ડો.મેઘા મહેતાએ પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૭માસમાં કરવામાં આવેલ કામગીરી તથા મીઝલ્સ રૂબેલા કેમ્પેઇનના આયોજનની વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, એક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પુરી પાડવા માટે ઓરી-રૂબેલા (એમ.આર) રસીકરણ અભિયાન તા.૧૬ જુલાઇ ૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજયમાં તેમજ આપણા ડાંગ આહવા જિલ્‍લામાં શરૂ કરવામાં આવનાર છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્‍લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે.

ઓરી એક જીવલેણ રોગ છે જે વાઇરસ દ્ધારા ફેલાય છે બાળકોમાં ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્‍યુ થઇ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્ધારા ફેલાય છે. ડાંગ આહવા જિલ્‍લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના કુલ ૬૮ હજારથી વધુ બાળકોને ઓરી-રૂબેલાની રસી આ અભિયાન અન્‍વયે આપવામાં આવશે. આ અભિયાન અન્‍વયે કુલ ૧,૩૪૧ સેસન્‍સ કરવામાં આવશે. ૧૬ જુલાઇ, ૨૦૧૮ થી શરૂ થનાર આ અભિયાન કુલ પાંચ અઠવાડીયા ચાલશે. જેમાં બે અઠવાડીયા સ્‍કુલમાં સેસન્‍સ, બે અઠવાડીયા ગ્રામ્યકક્ષાએ સેસન્‍સ, તથા છેલ્‍લા અઠવાડીયામાં બાકી રહી ગયેલા અથવા છુટી ગયેલા બાળકોને આવરી લેવા માટે કામગીરી કરવામાં આવશે. ઓરી અને રૂબેલાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે. તથા તેની કોઇ આડઅસર થતી નથી. આ મહાઅભિયાન અન્‍વયેની કામગીરી જિલ્‍લા આરોગ્‍ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સહિત અન્‍ય વિભાગોના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે.

આપણા ગામની શાળા-આંગણવાડીમાં-આરોગ્‍ય કેન્‍દ્રોમાં જયારે ઓરી અને રૂબેલા રસીકરણનો કાર્યક્રમ જે દિવસે આવે ત્‍યારે આ કામગીરીમાં પ્રત્‍યેક્ષ કે પરોક્ષ સહકાર  આપવા તથા ડાંગ જિલ્‍લાનું એક પણ બાળક આ રસીથી વંચિત રહેવા ના પામે તે માટે જરૂર સહયોગ આપવા ડાંગ જિલ્‍લાની પ્રજાને ડાંગ જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવાામાં આવ્યો હતો.

અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી મેઘા મહેતાએ પત્રકારો દ્ધારા પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ તેમજ આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં પત્રકારમિત્રો ઉપસ્‍થિત રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં
આવશે                   

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY