એક જ દિવસે રીલીઝ થશે બીગ બજેટની ૩ ફિલ્મો
મુંબઈ,તા.૨૬
ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ૨૦૧૯ની શરૂઆત એકદમ ધમાકેદાર થવાની છે, જ્યાં ત્રણ મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે. હૃતિક રોશનની ‘સુપર ૩૦’, કંગના રનૌતની ‘મણિકર્ણિકા’ અને ઈમરાન હાશમીની ‘ચીટ ઇÂન્ડયા’ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ ત્રણેય ફિલ્મો રિલીઝ થવાની છે. એટલું જ નહીં, પરંતુ ત્રણ ફિલ્મો સાથે નવાજુદ્દીન સિદ્દીકીના બાલ ઠાકરે બાયોપિક પણ રિલીઝ થશે.
આટલી માતબર ફિલ્મો એક જ દિવસે રીલીઝ થઇ રહી હોવાથી કોઈ શંકા નથી કે આ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર થવાની છે. ખાસ કરીને કંગનાની મણિકર્ણિકા અને હૃતિક સુપર ૩૦ બોક્સ ઓફિસ પર બરાબર ટકરાશે. આ બન્ને મોટા બજેટ ફિલ્મો છે.
ખાસ બાબત એ છે કે ઇમરાન હાશમીની ‘ચીટ ઇÂન્ડયા ‘અને હૃતિકની સુપર ૩૦ બંને ફિલ્મ ભારતની શિક્ષણ વ્યવસ્થાની આસપાસ ફરે છે. ૨૦૧૬ માં પણ, હૃતિકની ‘કાબીલ’ મુવી શાહરૂખનની ‘રઇસ’ સામે ટક્કરાઈ હતી અને આ વખતે તેની સામે ત્રણ ફિલ્મો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



