આપણી સામાન્ય એક સમસ્યા છે ફળને સમારીએ એટલે ફળ કાળા પડી જાય છે કે પછી તેનો રંગ બદલાઈ જાય છે. ઓફિસમાં પણ ઘણી વખત ફળ સમારીને લઈ ગયા બાદ જ્યારે ફળ ખાવા માટે ટિફિન ખોલો છો ત્યારે તેનો બદલાયેલો રંગ જાઈને જ આ ફળ ખાવાની ઈચ્છા રહેતી નથી. આજે આપણે વાત કરીશું આવી જ કેટલીક ટિપ્સ વિશે કે કઈ રીતે આખરે આ ફળનો કાળા થતાં કે તેનો રંગ બદલાતા અટકાવી શકાય છે.
– કોઈ પણ ફળ હોય એ ફળ કાપતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે એ ફળ તમે વહેતાં પાણી નીચે સમારી રહ્યા હોવ. આ પાછળનું કારણ એવું છે કે વહેતું પાણી ઓકિસડાઈઝેશનની પ્રક્રિયાને રોકે છે જેને કારણે તેનો રંગ બદલાતો નથી.
– વહેતા પાણી ઉપરાંત ફળને હંમેશા અદરકના અર્કમાં ડુબાડી લો. અદરકના અર્કને કારણે તમે સમારી રાખેલા ફળનો રંગ તો નહીં જ બદલાય પણ તેની સાથે સાથે જ તેનો સ્વાદ અને ફ્રેશનેસ પણ જળવાઈ રહેશે.
– જા ઘરે મહેમાન આવવાના છે અને તેમને આવવામાં મોડું થવાનું છે તો એવા સમયે એક વાટકામાં પાણી લો. તેમાં એક ચમચી મીઠું નાખો અને આ સમારેલા ફળને એ પાણીમાં ડુબાડી રાખો અથવા તો એ પાણીનો એ ફળ પર છાંટી દો. આમ કરવાથી ફળોનો રંગ નહીં બદલાય.
– એસ્કોર્બિક એસિડ એ વિટામીન સીનું પાઉડર ફોર્મ છે ફળ પર પાઉડર છાંટીને રાખવાથી પણ ફળનો રંગ નહીં બદલાય અને તેનો સ્વાદ જળવાઈ રહેશે. આ પાઉડર કોઈ પણ ફૂડ સ્ટોર પર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે.
– મધનું પાણી પણ ફળનો રંગ, સ્વાદ અને તેની ફ્રેશનેસ જાળવવામાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે.
– લીંબુનો રસ પણ ફળોને સાચવી રાખવા માટે એકદમ અકસીર ઉપાય છે. એક વાટકી પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને આ પાણી સમારી રાખેલા ફળ પર છાંટી દો. આને કારણે ફળોનો ટેસ્ટ પણ એવો જ રહેશે અને લીંબુના રસને કારણે સ્વાદમાં થોડો ઉમેરો જ થશે. ઉપરાંત ફળનો રંગ પણ નહીં બદલાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



