ચેન્નાઈ,તા.૧૫
ભારતીય રેલની મહત્વાકાંક્ષી ટી-૧૮ ટ્રેન પોતાના પહેલા ટ્રાયલમાં જ નિષ્ફળ સાબિત થઇ છે. ચેન્નાઇના જે ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીના ઇલેક્ટ્રિક ટ્રેક પર ટી-૧૮નું ટ્રાયલ થઇ રહ્યું હતું, ત્યાં હાઇ વોલ્ટેજના કારણે ટ્રેનના અનેક ભાગો બળીને ખાખ થઇ ગયા હતા. રિપોર્ટસ અનુસાર, આ ઘટના પછી ટી-૧૮ને ઇલેક્ટ્રિકલ એન્જિન સાથે જાડી ચેન્નાઇથી દિલ્હીના સફદરગંજ સ્ટેશન પહોંચાડવામાં આવ્યું.
જણાવાઇ રહ્યું છે કે આ ફિયાસ્કો ચેન્નાઇ સર્કલના અન્નાનગર પાસે ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન ૪ અને ૫ નવેમ્બરે થયો હતો. ઉલ્લેખનીય છે કે ટી -૧૮ એટલે કે ટ્રેન-૧૮ દેશની પ્રથમ એવી ટ્રેન છે જેમાં એન્જિનનો અલગથી ડબ્બો નથી. પરંતુ તેના અનેક કોચ એવા છે કે જે સેલ્ફ પાવર્ડ છે.
શતાબ્દી ટ્રેનને રિપ્લેસ કરનાર આ ટ્રેન ૧૮નું હવે દોઢ મહિના સુધી ટ્રાયલ ચાલશે. જેના પછી તે ટ્રેક પર દોડવા માટે તૈયાર થશે. આ ભારતની પહેલી ટ્રેન છે જેમાં કોઈ અલગથી એન્જિન નથી. તેના બદલે તેમાં એરો ડાયનામિક ડ્રાઇવર કોચ હશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





