દિલ્હી શર્મસાર : બે વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ,આરોપીની ધરપકડ

0
8

ન્યુ દિલ્હી,તા.૧૮
દિલ્હીના કોતવાલી વિસ્તારની ૨ વર્ષની બાળકીના અપહરણ અને બળાત્કારની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અનિલ નશાનો આદી હતો. આરોપી બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને રેલ્વે સ્ટેશન પાસે મૂકી ગયો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે શુક્રવાર અને શનિવારે રાત્રે બાળકી પોતાની માતાની સાથે કોતવાલી વિસ્તારમાં ફૂટપાથ પર સૂઈ રહી હતી. તે દરમિયાન તેનુ અપહરણ કરી લીધુ હતુ. શનિવારે સવારે બાળકીની માતાએ પોલીસમાં અપહરણનો કેસ નોંધ્યો હતો.
તપાસ દરમિયાન કોતવાલી પોલીસ સ્ટેશને મધ્ય દિલ્હીના એક હોસ્પિટલ નજીક બાળકીના જપ્ત થવાના સમાચાર મળ્યા હતા. બાળકીને બળાત્કાર બાદ જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પર રેલ્વે ટ્રેકની પાસે મૂકી ગયા. જેને પોલીસની મદદથી બચાવવામાં આવી અને હોસ્પિટલમાં દાખલ કરાઈ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY