પૂણે,તા.૧૭
પુણેની કોસમોસ બેન્કનું સર્વર પર માલવેઅર એટેક કરીને રૂ. ૯૪ કરોડની કરાયેલી ઉચાપત અંગેની તપાસ કરવા માટે પુણે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) તૈયાર કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
પોલીસ હવે બેન્ક પાસેથી ટ્રાન્ઝેકશનની માહિતી મેળવી રહી હોઇ ડોમેસ્ટિક ટ્રાન્સઝેકશન્સ (જેમાં વિવિધ એટીએમ મશીનમાંથી રૂ. ૨.૫૦ કરોડ કાઢવામાં આવ્યા હતા) અંગેની તપાસ પોલીસનું પ્રાથમિક કેન્દ્ર હશે, એમ ડીસીપી (સાઇબર એન્ડ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ) જ્યોતિપ્રિયા સિંહે જણાવ્યું હતું.
ડીસીપી સિંહના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ માટે એસઆઇટી તૈયાર કરવામાં આવી છે અને પોતે નોડલ ઓફિસર તરીકે કામ કરશે અને તપાસ પર ધ્યાન આપશે. દરમિયાન કોલ્હાપુર ખાતેના એટીએમમાં થયેલા ટ્રાન્ઝેકશન અંગે કો-ઓપરેટિવ બેન્કે પોલીસને જાણ કરી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



