એક તરફ જીવીએલ નરસિમ્હા રાવ (BJP) એ જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી VIP એરિયામાં બેસવાને લાયક નથીઃ જ્યારે બીજી તરફ રણદીપ સુરજેવાલા(કોંગ્રેસ)એ જણાવ્યુ હતું કે સત્તાના અહંકારમાં ભાજપ તમામ પરંપરાઓ ભુલી ગયુ:
નવી દિલ્હી:
ભારત દેશના ૬૯માં ગણતંત્ર દિવસ સમારોહ માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છઠ્ઠી લાઈનમાં બેસાડવાના મામલે ભાજપ કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે ભાજપ કોંગ્રેસ એકબીજાની આમને સામને આવી ગયા છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યુ હતુ કે, ભાજપની મહેરબાની છે બાકી રાહુલ ગાંધી VIP એરિયામાં બેસવાને પણ લાયક નથી અમે તેમને સન્માન આપ્યુ છે. રાહુલ ગાંધીને ગણતંત્ર દિવસની પરેડમાં VIP મહેમાનો વચ્ચે છઠ્ઠી લાઈનમાં બેઠક અપાઈ હતી. જે મામલે કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો કે ભાજપ અહીં પણ રાજકારણ રમી રહ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ હતુ કે, અહંકારી સત્તાધારીઓએ તમામ પરંપરાઓને નેવે મૂકી દીધી છે. પહેલા ચોથી લાઈન અને પછી હાથે કરીને રાહુલ ગાંધીને છઠ્ઠી હરોળમાં ધકેલ્યા હતા. ભાજપના પ્રવક્તાઓનું કહેવુ છે કે, અમારા પાર્ટી અધ્યક્ષને તો સમારોહમાં વીઆઈપી સીટ પણ આપવામાં આવતી નહતી. કોંગ્રેસે કહ્યું હતું કે, બીજેપી પરંપરાઓને તોડીને હલકુ રાજકારણ કરી રહ્યું છે. રાજનાથ-ગડકરીને તો યોગ્ય જગ્યા પણ નહતી મળી ભાજપના સપ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું કે, યુપીએની સરકાર સમયે રાજનાથ સિંહ અને નિતિન ગડકરી બીજેપી પ્રેસિડન્ટ હતા. તેમને ગણતંત્ર દિવસના સમારોહ દરમિયાન ક્યાં બેસાડવામાં આવ્યા હતા? કોંગ્રેસની સરકાર સમયે તો બીજેપી નેતાઓને વીઆઈપી સીટ પણ આપવામાં નહતી આવતી. ભાજપ કોંગ્રેસની જેમ સાવ હલકી પ્રવૃતિ ન કરી શકે. અમે સ્વસ્થ લોકતંત્રમાં વિશ્વાસ રાખીએ છીએ.
બીજેપીના સૂત્રોએ કહ્યું કે, જ્યારે ભારત આસિયાન દેશોની સાથે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ ગણતંત્ર દિવસ પર સીટને લઈને ઓછી રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીનુ કોઈ અપમાન કરવામાં નથી આવ્યું. પૂર્વ વડાપ્રધાન, નેતા પ્રતિપક્ષથી લઈને રાહુલ ગાંધી સુધીનાની સીટની વહેંચણીમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પોતાની સરનેમને કારણે વિશેષ પ્રકારની આશા રાખી શક્તા નથી.
બીજી તરફ સામે આવ્યું છે કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની અપીલ પર આવુ કરવામાં આવ્યું છે. અન્ય સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને પહેલા ચોથી હરોળમાં સીટ ફાળવવામાં આવી હતી, પરંતુ બાદમાં SPGની અપીલ પર બદલી દેવામા આવી છે. જેના બાદ રાહુલ ગાંધીને ચોથીને બદલે છઠ્ઠી સીટમાં બેસવું પડ્યું. SPGએ સુરક્ષા કારણોને પગલે રાહુલે આ સીટ ફાળવવાની અપીલ કરી હતી.
SPGનું માનવું હતું કે, કોઈ ઘટના બનવાની સ્થિતિમા ચોથીને બદલે છઠ્ઠી હરોળમાંથી વહેલા નીકળી શકાય છે. જેથી રાહુલની સુરક્ષા જોતા છઠ્ઠી હરોળ વધુ સારી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ગણતંત્ર દિવસ દિવસમાં રાહુલ ગાંધીને છઠ્ઠી હરોળમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સાથે બેસેલા નજરે આવ્યા હતા. જ્યારે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેનાથી બે હરોળ આગળ બેસેલી દેખાઈ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"