ન્યુ દિલ્હી,તા.૯
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં ૧૨ પૈસા જ્યારે ડિઝલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો નોંધાયો છે. શનિવારે પ્રથમવાર પેટ્રોલની કિંમત ૮૦ને પાર થઈ હતી. તો આજે પેટ્રોલની કિંમત ૮૦.૫૦ પ્રતિ લિટરે પહોંચી છે. તો દિલ્હીમાં ડિઝલનો ભાવ ૭૨.૬૧ પ્રતિ લિટરે પહોંચી છે. મુંબઈમાં રવિવારે પેટ્રોલનો ભાવ ૮૭.૮૯ પ્રતિ લિટર તો ડિઝલનો ભાવ ૭૭.૦૯ પ્રતિ લિટર થયો છે.
પેટ્રોલના ભાવમાં ૩૯ પૈસા, ડીઝલના ભાવમાં ૪૮ પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલ ૭૯.૪૦, ડીઝલ ૭૭.૬૯ પ્રતિ લીટર તો ભાવનગરમાં પેટ્રોલ ૮૦.૯૪, ડીઝલ ૭૯.૨૧ પ્રતિ લીટર, જૂનાગઢમાં પેટ્રોલ ૮૦.૪૩, ડીઝલ ૭૮.૭૨ પ્રતિ લીટર, જામનગરમાં પેટ્રોલ ૭૯.૭૫, ડીઝલ ૭૮.૦૩ પ્રતિ લીટર, અમરેલીમાં પેટ્રોલ ૮૦.૩૬, ડીઝલ ૭૮.૬૫ પ્રતિ લીટર, બોટાદમાં પેટ્રોલ ૮૦.૩૩, ડીઝલ ૭૮.૬૧ પ્રતિ લીટર પહોંચ્યો છે.
વિશેષજ્ઞોના મતે આવનારા સમયમાં ભારતમાં હજુ પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થશે. સતત ગગડતો રૂપિયો પણ ભાવ વધવાનું મુખ્ય કારણ છે. રૂપિયો ગગડતા ઓઇલ કંપનીઓ સતત કિંમત વધારી રહી છે. કંપનીઓ ડાલરમાં કિંમત ચુકવતી હોવાથી તેનું માર્જીન પુરુ કરવા કિંમત વધારવી પડે છે.
કોંગ્રેસે ડિઝલ-પેટ્રોલના ભાવના વિરોધમાં ૧૦ સપ્ટેમ્બરે ભારતબંધનું એલાન આપ્યુ છે.પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થતા કોંગ્રેસે સરકારને ઘેર્યા છે. કોંગ્રેસને ૧૮ નાની મોટી પાર્ટીઓનું સમર્થન મળ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



