ન્યુ દિલ્હી,તા.૨૩
દુનિયાભરમાં એક ધાર્મિક સ્વતંત્રતાને લઇ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. એક કેથોલિક દ્ગર્ય્ં દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં રાષ્ટ્રવાદને લઇ વધી રહેલી આક્રમકતાને જાતા દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકને ધાર્મિક સ્વતંત્રતાને લઈ ધમકી મળી રહી છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી જૂન, ૨૦૧૮ સુધી દુનિયાના ૨૧૨ દેશોમાં ચર્ચને મદદ કરવાના કેસમાં ધાર્મિક સતાવણીની ઘટનાઓ સામે આવી છે. આ દેશોમાં ભારત, ચીન, મ્યાનમાર જેવા દેશોનો સમાવેશ થાય છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુનિયાના ૩૮ દેશોમાં સ્વતંત્રતા અંગે ધમકી મળે છે, પરંતુ આ દેશોમાંથી ૧૮ દેશો એવા છે જ્યાં સ્વતંત્રતા અંગેની પરિસ્થિતિ ખુબ વિકટ છે જેમાં દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારત અને ચીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ્ગેરિયા, તુર્કી અને રશિયા સહિતના દુનિયાના ૧૭ દેશોમાં ભેદભાવના કાયદા અંગે જણાવવામાં આવ્યું છે.
એઇડ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ એ ૧૪મુ એડિશન છે, જેમાં દુનિયાના ૧૯૬ દેશોના ધર્મોને કવર કરવામાં આવે છે. આ રિપોર્ટને સ્વતંત્ર પત્રકારોની સહાયથી દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે.
ફ્રાંસના પાટનગર પેરિસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દ્ગર્ય્ંના ફ્રેંચ પ્રકારના હેડે કહ્યું હતું કે, “અમે ધાર્મિક સ્વતંત્રતા પરના હુમલાના ત્રાસવાદનું અવલોકન કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







