મુંબઈ,તા.૨૨
મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ “સત્યમેવ જયતે”માં આઇટમ નંબર “દિલબર”થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી નોરા સમાચારોમાં પણ વધારે ચર્ચિત રહી. નોરા હવે પોતાનાં ફેન્સને ખૂબ જ આકર્ષક ગિફ્ટ આપવા જઇ રહેલ છે. ખબરોનું જા માનીએ તો નોરા ટૂંક સમયમાં જ પોતાનાં આઇટમ નંબર “દિલબર”નું અરબી રૂપાંતરણ લઇને આવવા જઇ રહી છે.
“દિલબર” ગીતનાં અરબી વર્ઝનને માટે તેઓએ તેની શરૂઆત પણ કરી દીધી. આને માટે તે ટૂંક સમયમાં જ મોરક્કોનાં સૌથી પ્રખ્યાત સંગીત ‘ફનેયર’ની સાથે કામ કરશે. તાજેતરમાં જ નોરાએ એક નિવેદનમાં જણાવ્યું કે,”આ મોરક્કો અને ભારત બંને બે દેશને માટે એક મોટી વાત છે કેમ કે આવું પ્રથમ વાર થયું છે કે જ્યારે અમે ભારતીય સંસ્કૃતિ અને મોરક્કન સંસ્કૃતિનાં સંગીતને એક સાથે પરદા પર જાઇ શકાશે.”
ગાયિકા ડેબ્યૂ કરી રહેલ નોરા ફતેહી આગળ જણાવે છે કે,”આ ગીત સાથે હું મારી ગાયિકીમાં શરૂઆત કરી રહી છું અને ફનેયર આમાં મારી સાથે રૈપિંગ કરશે. હું આ ગીતનું નિર્માણ પણ કરી રહી છું અને ભારતીય મ્યૂઝીક કંપની ટી-સીરિઝ આને પોતાની ચેનલ પર લોન્ચ કરશે. અમે ગીતોનાં મહત્વપૂર્ણ કટકાંઓને પણ બનાવી લીધું. હું મારા “દિલબર” ગીતને આફ્રિકા સહિત મધ્ય પૂર્વ લઇ જવા ઇચ્છતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



