ઝીરોનું ટ્રેલર બીજી નવેંબરે રિલિઝ થશે

0
23

મુંબઈ,તા.૩
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ઝીરોનું ટ્રેલર શાહરુખના બર્થ ડેએ બીજી નવેંબરે રિલિઝ થશે એેવી માહિતી મળી હતી.
આનંદ એલ રાય નિર્દેશિત આ ફિલ્મમાં લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખને પહેલીવાર વહેંતિયા તરીકે રજૂ કરવાના છે. અગાઉ આ રીતે એક કલાકારને એની કુદરતી ઊંચાઇ કરતાં બટકો દેખાડવાનો પ્રયોગ ૧૯૮૦ ના દાયકામાં કમલ હાસને અપ્પુ રાજા ફિલ્મમાં કર્યો હતો. એક અહેવાલ મુજબ ઝીરો ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં દેખાશે.
આ ફિલ્મમાં એની સાથે સદ્ગત શ્રીદેવી, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ હશે. આ ફિલ્મ ક્રિસમસ પર રજૂ થવાની છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચુકવ્યું છે. હાલ એ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે.
આ ફિલ્મ વિશે બોલતાં આનંદ એલ રાયે કહ્યું કે આ ફિલ્મે ખાન સાહેબ (શાહરુખને આનંદ એલ રાય આ રીતે સંબેધે છે) શારીરિક અને માનસિક બંને રીતે નીચોવાઇ ગયા હતા એટલી હદે એમણે આ ફિલ્મ માટે મહેનત કરી છે.
એ જાણે છે કે એમના ચાહકો અને સિનેરસિકો આ ફિલ્મ માટે બહુ મોટી અપેક્ષા સેવી રહ્યા છે એટલે એમણે પસીનો પાડવમાં જરાય પાછું વાળીને જાયું નથી. એ ગજબના અભિનેતા છે. પોતે સુપર સ્ટાર છે એવું અમને કોઇને જરાય લાગવા દીધું નહોતું. એ માત્ર કામને વરેલા છે. એ એમની ખૂબી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY