મુંબઈ,તા.૨૧
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણાં સમયથી ગાયબ રહેલી દયા બેન એટલે કે દિશા વાકાણી શામાં કમબેક નહી કરે તેવા અહેવાલો મળી રહ્યાં હતાં તેવામાં દિશા શામાં વાપસી કરશે તેમ જાણવા મળીરહ્યું છે. જા કે દિશા કઇ શરતો પર વાપસી કરી રહી છે તે તમે નહી જાણતા હોય.
ઉલ્લેખનીય છે કે મેટરનિટી લીવ પર જતાં પહેલાં દિશા એક એપિસોડ માટે ૧.૨૫ લાખ રૂપિયા ચાર્જ લેતી હતી પરંતુ તેણે એક એપિસોડ માટે ૧.૫૦ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. સાથે જ તેણે કેટલીક શરતો પણ મુકી છે. તેની શરત છે કે તે કોઇ પણ પરીસ્થિતીમાં સાંજે ૬ વાગ્યા પછી વધુ કામ નહી કરે.
દિશા બપોરે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરશે. આ ઉપરાંત દિશા મહિનામાં ૧૫ દિવસ જ કગામ કરશે જ્યારે અન્ય એક્ટર્સ ૨૨થી ૨૫ દિવસ કામ કરી રહ્યાં છે. ચેનલે પણ તેની આ શરતો સ્વીકારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે દયા બેન શાનું ફેમસ કેરક્ટર છે તેથી તેને સરળતાથી કોઇ અન્ય એક્ટ્રેસ રિપ્લેસ કરી શકે નહી તેથી ચેનલ અને પ્રોડ્યુસર દિશાની વાપસીની રાહ જાઇ રહ્યાં છે.
દિશા વાકાણી છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શામાં જાવા મળી હતી. તેની મેટરનીટી લીવ બાદ મેકર્સે સ્ટોરી લાઇન પણ બદલી નાંખી છે પરંતુ હવે તેઓ વધુ ફેરફાર કરવા નથી ઇચ્છતાં તેથી તેઓ દિશાને પરત લાવવા માંગે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



