ઈડુક્કી,તા.૧૨
કેરળમાં મેઘરાજાએ પ્રકોપ વરસાવ્યો હોવાથી જળ ત્યાં સ્થળની સ્થિતિ નિર્માણ પામી છે. મોહન પી અને તેમનો પરિવાર આ આફતમાંથી માંડ માંડ બચી શક્્યો છે અને તેનો શ્રેય ઘરના વફાદાર કૂતરાને જાય છે. ઘરના સભ્યો પૂરના સમયે કૂતરાને શોધી રહ્યા હતા અને એ જ સમયે ભૂસ્ખલન થતા તેમનું ઘર પડી ગયું હતું. જા કે પાલતું શ્વાનની સતર્કતાથી સમગ્ર પરિવાર ગણતરીની સેકન્ડોમાં ઘરમાંથી બહાર દોડી ગયો હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
કેરળમાં ઈડુક્કી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી ચારેતરફ વિનાશ વેરાયો છે. રાજ્યમાં ૩૭ લોકોનાં મોત થયા છે તેમજ ૩૫,૦૦૦ લોકોને રીલિફ કેમ્પ ખાતે ખસેડાયા હતા.
ઈડુક્કી જિલ્લાના કાન્જીકુઝ્હી ખાતે મોહન પી અને તેમનો પરિવાર ગુરુવારે રાત્રે ઉંઘી રહ્યો હતો. રાત્રીના લગભગ ત્રણ વાગ્યા હશે અને તેમના પાલતું કૂતરાના ભસવાના અવાજથી મોહનની ઉંઘ ઉડી ગઈ હતી. જા કે રાત્રે ક્્યારે આ રીતે કૂરતાના ભસવાનો અવાજ ન આવતા મોહનને કંઈક અજુગતું બની રહ્યું હોવાનો આભાસ થયો હતો. પહેલા મોહને તેને અવગણ્યો પરંતુ કૂતરું વધુ જાર જારથી ભસવા લાગ્યું અને અવાજ તીવ્ર બન્યો હતો. ‘આ જાણીને મને કંઈક અશુભ બનવાનો સંકેત મળ્યો હતો. મે બહાર જઈને જાયું અને અમે તરત ઘરની બહાર દોડી ગયા હતા.
આ જ બિલ્ડિંગમાં મોહનની ઉપરના માળે રહેતા એક વૃદ્ધ દંપત્તિનું ભૂસ્ખલનને પગલે બિલ્ડિંગ પડતાં મોત થયું હતું. ભારે પૂરને પગલે સત્તાવાળાઓએ લોકોને સલામત સ્થળે ખસેડવા જણાવ્યું હોવાથી પેરિયાર નદીના કાંઠે રહેતું આ દંપત્તિ હાલમાં જ આ બિલ્ડિંગમાં ભાડે રહેવા આવ્યું હતું.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




