ન્યુ દિલ્હી,તા.૧૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ઓગષ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં ૩૨ કરોડ જનધન ખાતાધારકો માટે મોટી ગીફ્ટ કરી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાણાકીય સમાવેષણને વધારવા માટે જનધન ખાતામાં ઓવર ડ્રાફ્ટની સુવિધાને બે ઘણી કરી ૧૦ હજાર રૂપિયા કરી શકે છે. હાલમાં ખાતુ બરોબર ૬ મહિના ચાલ્યા બાદ ૫૦૦૦ રૂપિયા ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે.
સૂત્રો અનુસાર, સરકાર આ સાથે આકર્ષક લઘુ વીમા યોજનાની પણ જાહેરાત કરી શકે છે, જેમાં રૂપે કાર્ડ હોલ્ડર્સને મળતો મફત અકસ્માત વીમાની રકમને ૧ લાખ રૂપિયાથી વધારી શકાય છે.
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જનધન યોજનાનો બીજા પડાવ ૧૫ ઓગષ્ટે પૂરો થવા જઈ રહ્યો છે. સૂત્રો અનુસાર, યોજના માટે હવે નવા લક્ષ્ય નક્કી કરવાના છે, અને તેની જાહેરાત માટે સ્વતંત્ર દિવસ સમારોહ સૌથી સારો અવસર હશે.
કેન્દ્ર સરકારના નાણાકીય સમાવેષણ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત ઓગષ્ટ ૨૦૧૪માં થઈ હતી. તેનો પહેલો પડાવ ૧૪ ઓગષ્ટ ૨૦૧૫માં પૂરો થયો. આ સિવાય, સરકાર અટલ પેંશન યોજના હેઠળ પેંશન લિમીટની મર્યાદા ૫૦૦૦ પ્રતિ મહિનાથી વધારી ૧૦,૦૦૦ રૂપિયા કરી શકે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




