રાજ્ય સરકારનો વધુ એક કિસાન લક્ષી નિર્ણય

0
34

ઓછો વરસાદ ધરાવતા વધુ ૪૫ તાલુકા ના ખેડુતો માટે સૌ પ્રથમ વાર ખાસ સહાય પેકેજ જાહેર કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

અંદાજે ૨૦ લાખ થી વધુ ખેડુત ખાતેદારોને રૂપિયા એક હજાર ત્રણસો કરોડ થી વધુની સહાય ચુકવાશે

• ૨૫૦ થી ૩૦૦ મી.મી.વરસાદ ધરાવતા ૧૪ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૬૩૦૦ની ઉચ્ચક સહાય

• ૩૦૦ થી ૩૫૦ મી.મી.વરસાદ ધરાવતા ૧૨ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૫૮૦૦ની ઉચ્ચક સહાય

• ૩૫૦ થી ૪૦૦ મી.મી.વરસાદ ધરાવતા ૧૯ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૫૩૦૦ની ઉચ્ચક સહાય 

• રાજ્યના ૧૬ જિલ્લાના ૪૫ તાલુકાઓને તાલુકા દીઠ અંદાજે રૂ.૨૮ થી ૩૦ કરોડની સહાય ચુકવાશે

• અગાઉ અછતગ્રસ્ત જાહેર કરેલા ૫૧ તાલુકાઓને રૂ.૫૧૦૦ કરોડ તથા ૪૫ તાલુકાઓને ૧૩૦૦ કરોડ મળી કુલ ૯૬ તાલુકાઓમાં રૂ.૬૪૦૦ કરોડ ચુકવાશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે. કે ખેડુતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક કિસાન લક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય માં ૨૫૦ થી ૪૦૦ મી.મી.નો વરસાદ થયો હોય તેવા ૪૫ તાલુકાના ખેડુતો માટે રૂ.૧૩૦૦ કરોડનું ખાસ સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેમાં અંદાજે ૨૦ લાખ ખેડુત ખાતેદારોને આ સહાય નો લાભ મળશે.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે ચાલુ વર્ષે રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે. તેવા વિસ્તારના ખેડુતોને-પશુપાલકોને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને અનેક વિધ કિસાન લક્ષી નિર્ણયો કર્યા છે. આ માટે મારી સાથે મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સહીત મંત્રી મંડળની સબ કમિટીની રચના અછત માટે કરી છે. આમ અગાઉ રાજ્ય સરકારે ૫૧ તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા હતા પરંતુ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારના સાંસદસભ્યો, ધારાસભ્યો અને ખેડુત અગ્રણી દ્વારા મળેલ રજુઆતો ને ધ્યાને લઇ ને આ ૪૫ તાલુકાઓના ખેડુતો ને મદદરૂપ થવા માટે આ ખાસ સહાય પેકેજ જાહેર કર્યુ છે. અગાઉ ૨૫૦ મી.મી. થી ઓછો વરસાદ ધરાવતાં ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે તે તાલુકાના ખેડૂતોને રૂ.૫૧૦૦ કરોડ તથા હવે આ ખાસ પેકેજથી જાહેર કરાયેલા નવા ૪૫ તાલુકાઓના ખેડૂતોને રૂ.૧૩૦૦ કરોડ મળી કુલ ૯૬ તાલુકાના ખેડુતો-પશુપાલકો ને રૂ.૬૪૦૦ કરોડની સહાય ચુકવાશે.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા આ ૪૫ તાલુકાઓ માટે જે સહાય પેકેજ જાહેર કર્યુ છે. તે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર જાહેર કરાયુ છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર પોતાના ફંડ માંથી કરશે. આ પેકેજ અંતર્ગત ખેડુતો ને વધુમાં વધુ ૨ હેકટર  દિઠ ઉચ્ચક સહાય ચુકવાશે. જેમાં ૨૫૦ થી ૩૦૦ મી.મી વરસાદ થયો હોય તેવા ૧૪ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૬૩૦૦, ૩૦૦ થી ૩૫૦ મી.મી.વરસાર થયો હોય તેવા ૧૨ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૫૮૦૦ તથા ૩૫૦ થી ૪૦૦ મી.મી.વરસાદ થયો હોય તેવા ૧૯ તાલુકાઓના ખેડુતોને હેકટર દીઠ રૂ.૫૩૦૦ ની ઉચ્ચક સહાય ચુકવામાં આવશે.

પટેલે ઉમેર્યુ કે રાજ્યના અમદાવાદ જિલ્લાના ૬ તાલુકા, મોરબી જિલ્લાના ૨ તાલુકા, ગાંધીનગર જિલ્લાના ૩ તાલુકા, રાજકોટ જિલ્લાના ૬ તાલુકા, દેવ ભુમિદ્વારકા જિલ્લાનો ૧ તાલુકો, મહેસાણા જિલ્લાના ૫ તાલુકા, બનાસકાંઠા જિલ્લા ૪ તાલુકા, વડોદરા જિલ્લાના ૨ તાલુકા, અમરેલી જિલ્લાના ૩ તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લાના૩ તાલુકા, ભાવનગર જિલ્લાના ૩ તાલુકા, બોટાદ જિલ્લાના ૩ તાલુકા અને પાટણ, જામનગર, ભરૂચ, મહિસાગર, માંથી એક-એક તાલુકાઓ નો સમાવેશ કરાયો છે. આ તાલુકાઓના ૨૦,૦૦૦ થી વધુ ખેડુત ખાતેદારોને આ પેકેજનો લાભ મળશે.

પટેલે ઉમેર્યુ કે અગાઉ રાજ્યના જે ૫૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. એમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ ખેડુતોને સહાય આપવામાં આવશે તેમજ ખાસ ચારામાટે પશુદીઠ સહાય, ઢોર વાડા ઓને પણ સહાય તથા મનરેગા યોજના હેઠળ ૧૫૦ દીવસની રોજગારી પણ પૂરી પાડવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે તા.૩૦.૧૦.૨૦૧૮ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY