સહેલાણીઓની આસપાસ ઉડશે રંગબેરંગી પક્ષીઓ: નેચરપાર્કમાં બનશે વોક-થુ્ર આઇવરી

0
9
સરથાણા ઝુમાં બે હેકટર વિસ્તારમાં થ્રી-ટાયર વોક-થુ્રમાં નાના-મોટા એરિયા કવર કરીને જંગલ જેવો માહોલ ઉભો કરાશે

પક્ષીઓના વચ્ચે ચાલવું એ એક સ્વપ્ન સમાન છે. આજુબાજુ રંગબેરંગી પક્ષીઓ ઉડતા હોય અને આપણે તેઓની વચ્ચે ચાલતા હોઇએ આ એક કલ્પના જેવું જ લાગે પરંતુ સુરત મહાનગરપાલિકા હવે લોકોની આ કલ્પનાને સાકાર કરવા તરફ પ્રયાણ કરી રહી છે. બે હેકટરના વિસ્તારમાં આવું વોક-થુ્ર આઇવરી બનાવવા કવાયત શરુ કરાઇ છે. સરથાણા નેચરપાર્ક ખાતે સુરત મહાનગરપાલિકા વોક-થુ્ર આઇવરી બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં સુરત પહેલું શહેર હશે જ્યાં લોકો પક્ષીઓની વચ્ચે ચાલી શકશે. દેશમાં બે-ત્રણ શહેરોમાં જ આ પ્રકારની સુવિધા છે. જંગલોમાં ફરવું લોકોને હંમેશા ગમતું હોય છે પરંતુ શહેરમાં લોકોએ પ્રાણીસંગ્રહાલયમાં જવું પડે છે અને ત્યાં પણ તેઓએ પ્રાણીઓને પિંજરામાં જ જોવા પડતા હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે, જેઓને પક્ષીઓન વચ્ચે રહેવાનું પસંદ હોય છે. તો આવા લોકોના વિચારો હવે હકીકત બનશે. બે હેકટરના વિસ્તારમાં મ્યુનિ. તંત્ર મોટું પીંજરૃ બનાવી થ્રિ-ટાયર વોક-થુ્ર આઇવરી બનાવશે. જેમાં નાના-મોટા એરિયાને કવર કરી જંગલ જેવો માહોલ ઉભો કરશે. આ વિસ્તારમાં પક્ષીઓ રહેશે અને સાથે લોકો પણ ત્યાં ચાલવાની ફરવાની મજા લઇ શકશે. ચાલતી વખતે જ્યારે પક્ષીઓ તેમની આજુબાજુ ઉડશે ત્યારે નાના બાળકો જ નહી મોટેરાઓ પણ ખુશ થઇ જશે. મ્યુનિ. તંત્ર આ પ્રોજેક્ટ માટે હાલ વિચારણા કરી રહી છે અને કઇ રીતે અને કેવી રીતે આ વોકથુ્ર આઇવરી સરથાણા ઝૂમાં બનાવી શકાય તે વિચારી રહી છે. પતંગિયા માટે બ્રિડીંગ એરિયા, રેપટાઇલ હાઉસ પણ બનશે પક્ષીઓની સાથે સાથે ઝૂમાં પતંગિયા માટે બ્રીડીંગ એરિયા અને રેપટાઇલ હાઉસ પણ બનાવવામાં આવશે. જ્યાં પતંગિયાઓ સહજ રીતે આવી શકે અને બ્રીડિંગ કરે. આ માટે એક જીવવૈજ્ઞાાનિકની નિમણૂંકની તૈયારી ચાલી રહી છે. આ પ્રકારનો પ્રયોગ ગુજરાતમાં પહેલો છે, જ્યાં રેપટાઇલ હાઉસમાં અલગ અલગ સેકશનમાં રેપટાઇલની અલગ અલગ પ્રજાતિ લોકો જોઇ શકશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY