સુસાઈડ નોટના આધારે કોઈ વ્યકિત પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ મૂકી શકાય નહિ

0
99

ન્યુ દિલ્હી,તા.૩
સામાન્ય રીતે એક વિવાહિત મહિલા સુસાઇડ કરે એટલે કેટલાક કિસ્સામાં તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી હોવાની કલ્પના કરવામાં આવે છે અને તેના આધારે કેસ કરવામાં આવે છે. પરંતુ દિલ્હી હાઈકોર્ટે તાજેતરના પોતાના એક અવલોકનમાં જણાવ્યું કે ફક્ત સુસાઇડ નોટના આધારે જ કોઈના પણ આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ મુકી શકાય નહી. આ માટે બીજા પણ કેટલાક સબૂત ભેગા કરવા જાઈએ. આ સાથે હાઈકોર્ટે વેસ્ટ દિલ્હીના ચાર વેપારીઓને પોતાના એક કર્મચારીની આત્મહત્યા મામેલ ટ્રાયલ કોર્ટ તરફથી સુસાઇડ માટે મજબૂર કરવા અંગે પાઠવવામાં આવેલ સમન્સ પર રાહત આપતા રદ કર્યો હતો.
જસ્ટિસ આર.કે. ગાબાની બેંચ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું કે કોર્ટ દ્વારા આવા કિસ્સામાં સમન્સ આપતા પહેલા મૃત્યુ પામેલાની માનસિક સ્થિતિ અંગે પણ મહત્વના સબૂત જાવા જાઈએ. તેજ રીતે સુસાઈડ નોટની પણ ખૂબજ ઝીણવટપૂર્વક તપાસ કરીને જે તે વ્યકિતની આ લખતી વખતેની માનસિક સ્થિતિ અંગેનો કયાસ કાઢવો જાઈએ. ફક્ત સુસાઈડ નોટના આધારે કોઈના પર મૃત્યુ માટે મજબૂર કરવાનો આરોપ મુકવો જાઈએ નહી.વ્યક્તિ જુદા જુદા કારણોસર પણ સુસાઈડ કરતો હયો. છે.
આ ટિપ્પણી સાથે હાઈકોર્ટની સિંગલ બેન્ચે કિર્તિ નગરના ચાર વેપારીઓને તેમના કર્મચારી ચંદ્રશેખરની આત્મહત્યા કેસમાં મજબૂર કરવાના આરોપમાંથી મુક્તિ આપી હતી. ઉલ્લેખનીય છે કે ૩૧ વર્ષના ચંદ્રશેખરે ૧૮ જૂન ૨૦૧૫ના રોજ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તેમની સુસાઈડ નોટમાં કંપનીને આ માટે જવાબદાર ગણાવી હતી. ચંદ્રશેખર આ કંપનીમાં એક દશકાથી પણ વધુ સમયથી સેલ્સમેન તરીકે કામ કરતો હતો. જેમાં કેટલાક સોદાને લઈને શંકાના આધારે કંપની માલિકોએ ચંદ્રશેખરની પૂછપરછ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY