રાજ્યસભાના સાંસદો હવે ગૃહમાં પોતાની માતૃભાષામાં બોલી શકશે

0
14

ન્યુ દિલ્હી,તા.૧૧
રાજ્યસભાના ‘માનનીયો’ હવે પોતાની માતૃભાષામાં સદનની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. હવે તેઓને પોતાની વાત કહેવામાં ભાષા અવરોધપ નહીં બને. ૧૮ જૂલાઈથી શરુ થઈ રહેલા સંસદના ચોમાસું સત્રથી તેની શરુઆત થઈ જશે. બંધારણની આઠમી અનુસૂચિમાં નોંધાયેલી તમામ ૨૨ ભાષાઓમાં રાજ્યસભા સભ્ય પોતાની ભાષામાં વાત કહી શકશે. રાજ્યસભા સચિવાલયે આ અંગે સંપૂર્ણ બંદોબસ્ત કરી લીધો છે.
સદનમાં ચર્ચા દરમિયાન હાલ ૧૭ ભાષાઓના જ ટ્રાન્સલેટર ઉપલબ્ધ હતા પરંતુ રાજ્યસભાના સભાપતિના નિર્દેશ પર પાંચ અન્ય ભાષાઓના ટ્રાન્સલેટરોની પણ નિયુક્તિ કરી લેવામાં આવી છે. આ ભાષાઓમાં ડોગરી, કાશ્મીરી, કોંકણી, સંથાલી અને સિંધી પ્રમુખ છે. એમ.વેંકૈયા નાયડુએ સભાપતિ પદ સંભાળતાની સાથે જ આ અંગે યોગ્ય પગલાં ઉઠાવવાનો નિર્દેશ આપ્યો હતો જેથી રાજ્યસભાના સાંસદો પોતાની માતૃભાષામાં પોતાનો મુદ્દો જારશોરથી ઉઠાવી શકે. રાજ્યસભા સચિવાલયે પાંચ ભાષાઓના ટ્રાન્સલેટરોની પસંદગી કરી તેને તાલીમ આપવાનું કામ પૂર્ણ કરી લીધું છે.
તાલીમ બાદ આયોજિત એક સંક્ષિપ્ત સમારોહમાં ચેરમેન નાયડુએ તમામ ટ્રાન્સલેટરોને પ્રમાણપત્ર સોંપતાં સભ્યોની ભાવનાઓ અનુપ ભાષાંતર કરવાની વાત કહી હતી. નાયડુએ કહ્યુકે સંસદમાં સમગ્ર દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે. સભ્યોને પોતાની વાત રાખવામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડવી જાઈએ નહીં. રાજ્યસભામાં પહેલાં માત્ર ૧૨ ભાષાઓમાં બોલવાની વ્યવસ્થા હતી જેના ટ્રાન્સલેટર નિયુક્ત હતા. આ ભાષાઓમાં આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તામિલ, તેલુગુ અને ઉર્દુ મુખ્ય હતી. ત્યારબાદ પાંચ અન્ય ભાષાઓ બોડો, મૈથિલી, મણિપુરી, મરાઠી અને નેપાલીમાં બોલવાની સગવડ કરાઈ હતી પરંતુ તેના માટે લોકસભાના ટ્રાન્સલેટરોની મદદ લેવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY