હું ફની પર્સન નથી, મને કોમેડીથી લાગે છે ડરઃ ઈશાબેલ કૈફ

0
221

મુંબઈ,તા.૧૪
બોલિવૂડની ટોપ અભિનેત્રી કેટરીના કૈફની બહેન ઇશાબેલ કૈફ પણ હવે ફિલ્મોમાં જોવા મળશે. તે ૨૦૧૪માં એક કેનેડિયન ફિલ્મમાં જાવા મળી હતી. હવે તે સૂરજ પંચોલીની ઓપોઝિટ ‘ટાઇમ ટુ ડાન્સ’ના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તેને ક્યારે અહેસાસ થયો કે તે એકટિંગ જ કરશે.
આ અંગે જણાવતાં તે કહે છે કે મારા પહેલાં નાટક બાદ મને લાગ્યું કે મારે એકટિંગ ફિલ્ડમાં જ જવું જાઇએ. તે સમયે મને એકટિંગ નો કોર્સ જોઇન્ટ કર્યાને એક અઠવાડિયું જ થયું હતું. જ્યારે મેં સ્ટેજ પર એકટિંગ કરી તો મને ખૂબ જ સારો અહેસાસ થયો. દરેક સંવાદ મેં ખૂબ જ સારી રીતે કહ્યા અને લોકોએ ઊભા થઇને અમારી પ્રશંસા કરી ત્યારે મને એવું થયું કે બસ, હવે એકટિંગ જ કરવી છે.
ઈશાબેલ કહે છે કે હું ફની પર્સન નથી. તેથી મને કોમેડીથી ડર લાગે છે. મારો ઝુકાવ હંમેશાં ડ્રામા તરફ રહ્યો છે, કેમ કે થિયેટરમાં તે દરેક જગ્યાએ છે. હું એપિક લવસ્ટોરી અને ક્લાસિક્સ કરી ચૂકી છું. મેં તેનો ખૂબ જ આનંદ લીધો છે. એક્શન રોલમાં પણ મને ખૂબ રસ છે, બિલકુલ મારી બહેનની જેમ.
મારા પહેલા ક્લાસ મેં એક્શનના જ કર્યા હતા. સ્ટેજ પર મારે લડવાનું, તલવારબાજી અને સ્ટંટ ટ્રેનિંગ કરવાની હતી. જ્યારે હું અમેરિકામાં હતી ત્યારે ઓડિયન્સ સંબંધિત કેટલીક ટેપ્સ મોકલી. ત્યારબાદ વાતચીત શરૂ થઇ. નિર્માતાઓએ મને મુંબઇ આવવા કહ્યુ. તે સમયે એક
કોસ્મેટિક બ્રાંડને એક ચહેરાની જરૂર હતી. મને સાઇન કરવામાં આવી. ત્યારબાદ મારી મુલાકાત રેમો ડિસોઝા સાથે થઇ ત્યારે તેમણે મને ‘ટાઇમ ટુ ડાન્સ’ ઓફર કરી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY