સાન ફ્રાન્સિસ્કો,તા.૨૩
ફેસબુકની કંપની ઓકુલસના કો-ફાઉન્ડર બ્રેનડન ઈરાઈબ(૩૯)એ સોમવારે કંપનીને છોડવાની જાહેરાત કરી છે. ઓકુલસ વર્ચ્યુઅલ રિયલ્ટી હેડસેટ બનાવ છે. વર્ષ ૨૦૧૪માં ફેસબુકે ૩ અબજ ડોલરમાં તેને ખરીદી લીધી હતી. ફેસબુકમાં છ મહીનાની અંદર ચાર મોટા રાજીનામા પડયા છે. ગત મહિને ઈન્સ્ટાગ્રામના બે કો-ફાઉન્ડરે કંપનીને છોડી છે. એપ્રિલમાં વોટસઅપના કો-ફાઉન્ડરે રાજીનામું આપ્યું હતું.
મિડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ફેસબુકની એક્ઝીકિયુંટિવ ટીમ સાથેના મતભેદોને કારણે ઈરાઈબે કંપની છોડવાનો નિર્ણય કર્યો હતો. જાકે તેમણે પોતે તેનું કારણ બતાવ્યું નથી.
ગત મહીને ફોટો શેયરીંગ એપ ઈન્સ્ટાગ્રામના ફાઉન્ડર કેવિન સિસ્ટ્રોમ (૩૪) અને માઈક ક્રીગર (૩૨)એ રાજીનામું આપ્યું છે. સિસ્ટ્રોમ અને ક્રીગરે ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગ સાથેના મતભેદોના કારણે કંપની છોડી હતી. ફેસબુકે ઈન્સ્ટાગ્રામને ૨૦૧૨માં ૧૦૦ કરોડ ડોલરમાં ખરીદી હતી.
એપ્રિલમાં વોટસએપના સીઈઓ અને કો-ફાઉન્ડર અને ફેસબુકના બોર્ડ મેમ્બર જાન કોમે કંપની છોડી દીધી હતી. તેમણે ફેસબુકના વિવાદોના કારણે રાજીનામું આપ્યું હતું. તે ફેસબુકની ડેટા પોલીસીથી નારાજ હતા. ફેસબુકે વર્ષ ૨૦૧૪માં વોટસએપને ખરીદ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





