મરાઠાને મળશે આરક્ષણ,મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં યોજાશે ચૂંટણી…!!?

0
5

મુંબઈ,તા.૧૬
રાજ્યમાં મરાઠા આરક્ષણનો મુદ્દો માત્ર એક સમુદાય પૂરતો ન રહેતા રાજકીય મુદ્દો પણ બની ગયો છે. મરાઠા સમાજનું રાજકીય દૃષ્ટિએ ખૂબ જ વર્ચસ્વ હોવા છતાં ઘણાં લાંબા સમયથી તેમને માત્ર આરક્ષણનું ગાજર જ બતાવવામાં આવતું હતું. ફડણવીસ બિન-મરાઠા મુખ્ય પ્રધાન હોવા છતાં આરક્ષણ આપશે ત્યારે સ્વાભાવિક રીતે ભાજપ શ્રેય લેવાની એકેય તક છોડશે નહીં. મરાઠા આરક્ષણ અંગેનો અહેવાલ આવ્યાના પંદર દિવસમાં જ ફટાફટ નિર્ણય લઈ પહેલી ડિસેમ્બરે જાહેરાત કરવાનું મુખ્ય પ્રધાને કહ્યું છે ત્યારે આ પાછળ ઘણા તર્ક-વિતર્ક થયેલા છે. મરાઠા અને ધનગર સમાજ આરક્ષણ માટે સતત માગ કરી રહ્યું છે અને તેમની માગ હિંસક પણ બની હતી. ભાજપે ચૂંટણીના વચનનામામાં આરક્ષણની જાહેરાત કરી હોવાથી સરકાર સખત દબાણ અનુભવતી હતી.
હવે આરક્ષણ જાહેર કરી સ્વાભાવિક રીતે ભાજપ રોકડું કરવાની તૈયારીમાં હશે ત્યારે ડિસેમ્બરમાં આરક્ષણ જાહેર કરવા પાછળનું કારણ વહેલી ચૂંટણી પણ હોઈ શકે. લોકસભા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ છે. રાજ્યમાં ૩૦થી ૩૨ ટકા મરાઠા સમાજ છે અને આરક્ષણની માગ પૂરી થતાં તેઓ ભાજપ તરફ વળે તેવી શકિયતા છે. ખેડૂતોની સમસ્યા, બેરોજગારી સહિતની ઘણી સમસ્યાઓને લીધે ભાજપે આવનારી બન્ને ચૂંટણીમાં બહુ મહેનત કરવી પડે તેમ છે ત્યારે વહેલી ચૂંટણીની શકિયતા ન કરી શકાય નહીં. કાંગ્રેસ અને એનસીપીએ પણ સરકારને ત્વરિત નિર્ણય જાહેર કરવા જણાવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY