ન્યુ દિલ્હી,તા.૩૧
મંગળવારે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા દરમિયાન નક્સલી ફાયરિંગની વચ્ચે ફસાયેલા સહાયક કેમરામેન મોર મુકુટ શર્માએ માતાના નામે એક સંદેશ રેકોર્ડ કર્યું હતો જેનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ડીડી ન્યૂઝ દિલ્હીની એક ટીમ મંગળવારે ચૂંટણી કવરેજ માટે દંતેવાડા ગઇ હતી.
સમાચાર ટીમ પોલીસ જવાનો સાથે નક્સલીઓના ગઢ નીલાવાયા વિસ્તારોમાં રિપો‹ટગ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન નક્સલીઓએ હુમલો કર્યો. આ હુમલામાં એક ગોળી સીધી ડીડી ન્યૂઝ કેમરામેન અચ્યુતાનંદ સાહુને લાગી, જેનાથી તેમનું મૃત્યુ થયું. નક્સલીઓએ આ ટીમ પર તાબડતોડ ફાયરિંગ શરૂ કર્યું હતું.
મોરચો સંભાળનાર બે જવાન પણ શહીદ થઈ ગયા. નક્સલીઓ સતત ગોળીઓ અને હેન્ડ ગ્રેનેડનો વરસાદ કરતાં હતા. ડીડી ન્યૂઝ રિપોર્ટર અને સહાયક કેમરામેન જમીન પર સૂતા સૂતા પોતાનું મૃત્યું જાઈ રહ્યા હતા. આસપાસ ગોળીઓ વરસતી જાઈને સહાયક કેમરામન મોર મુકુટ શર્માને લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે. તેના પછી તેમણે તેમનો મોબાઇલ કાઢ્યો અને માતાના નામે એક સંદેશ રેકોર્ડ કર્યો.
૧ મિનિટ ૨૭ સેકન્ડના સંદેશામાં કેમેરામેન મોર મુક્યુએ કહ્યું કે ચૂંટણીની રિપોર્ટીંગ માટે જતા સમયે અચાનક નક્સલીઓએ તેમને ઘેરી લીધાં. પરિસ્થિતિ જાઈને મને ખબર નથી કે હું ક્્યારે મરી જઈશ. મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું. મૃત્યુ મને સામે જ દેખાય છે અને ખબર નથી કે હું પાછો આવું કે નહીં. ૬-૭ જુવાન છે મારી સાથે, નક્સલીઓએ ચારે બાજુથી ઘેરી લીધા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




