તાજેતરમાં કરવામા આવેલા અભ્યાસમાં ધડાકો કરવામાં આવ્યો છે કે સ્તનપાન કરનાર બાળકો વધારે રડે છે. આમાં જણાવવામાં આવ્યું છે કે જા બાળકો વધારે રડે છે તો તેમા ચિંતા કરવાની કોઇ વાત નથી. બ્રિટનમાં મેડિકલ રિસર્ચ કાઉÂન્સલના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે સ્તનપાન કરનાર બાળકો વધારે રડે છે. જ્યારે સામાન્ય દુધ પીનાર બાળકો સરખામમીમાં વધારે શાંત રહે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માતા મોટા ભાગના કેસમાં પોતાના બાળકોને એમ કહીને દુધ પીવડાવવાનું બંધ કરી દે છે કે તેમના દુધથી બાળક ભુખ્યા રહી જાય છે. આ બાબત એવી બાબત તરફ ઇશારો કરે છે કે બાળકો માત્ર માતાના દુધ પીને વધારે હિંસક બની જાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નારાજ થઇને વારવાર રડવાની બાળકોની ટેવ સામાન્ય હોય છે. માતાઓને આના કારણે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. શોધનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર કેન ઓંગે કહ્યું છે કે બોટલ મારફતે દુધ પિનાર બાળકોમાં અનેક બિમારી થવાનો ખતરો રહે છે. આવા બાળકો વધારે ઝડપથી સ્થૂળતાના શિકાર થઇ જાય છે.અભ્યાસના તારણોને ખુબ મહ્તવપૂર્ણ ગણવામાં આવે છે. મોટા ભાગના નિષ્ણાંત તબીબોનુ પણ કહેવુ છે કે સ્તનપાન બાળક માટે યોગ્ય છે. આ ઉપરાંત બોટલ મારફતે દુધ આપવાની બાબત ખતરનાક છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



