રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભેચ્છા પાઠળતાં અનેક તર્ક વિતર્ક શરુ

0
9

મુંબઈ/ન્યુ દિલ્હી,તા.૨૭
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની મિત્રતા તૂટ્યા બાદ હવે દેશના રાજકારણમાં નવા સમીકરણ બનવાની સંભાવના પણ બનતી દેખાય રહી છે. અત્યારે સંપૂર્ણપણે ભલે કંઇ ના હોય પરંતુ સંકેતોમાં કંઇકને કંઇક તો દેખાવા લાગ્યું છે. આવો જ એક ઇશારો ૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારના રોજ જાવા મળ્યો. જ્યારે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. રાહુલ ગાંધીએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પરથી ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસના અભિનંદન પાઠવતા તેમના સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી.
મહારાષ્ટÙમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે છેલ્લાં ચાર વર્ષમાં સંબંધ સૌથી ખરાબ સમયમાં પહોંચી ગયા હતા. ત્યારબાદથી જ લાગતું હતું કે આ ગઠબંધન ચાલશે નહીં. હવે બંને પાર્ટીઓએ જાહેરાત કરી દીધી છે કે તેઓ અલગ ચૂંટણી લડશે. બીજીબાજુ શિવસેના જયાં ભાજપ પર પ્રહારો કરવાની કોઇ તક છોડતું નથી ત્યાં કાંગ્રેસના વખાણ કરવાની તક ચૂકતું નથી.
તેનું એક ઉદાહરણ ત્યારે જાવા મળ્યું જ્યારે સાંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું અને ત્યારબાદ પીએમ મોદીને ભેટી પડ્યા તો શિવસેનાએ રાહુલના જારદાર વખાણ કર્યાં હતા. શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન સરકારમાં હોવા છતાંય વોટિંગમાં ભાજપને સાથ આપ્યો નહોતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY