આસામમાં ઝેરી દારૂ પીવાથી ૯૩ લોકોના મોત : મૃત્યુઆંક વધવાની સંભાવના

0
9

ગૌહાટી,તા.૨૩
આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી ૯૩ લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે જેમને ગોલાધાટ સિવિલ હોસ્પિટલમાં અને જારહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મરનાર લોકોનાં આંકડા વધવાની શકીયતા છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં થઇ હતી. જ્યાં કાચો દારૂ પીવાથી ચાર મહિલાઓની મોત થઇ ગઇ હતી. જે પછી મૃતકોનો આંકડો વધતો વધતો ૬૬ સુધી પહોંચી ગયો છે.
ભાજપના ધારાસભ્ય મૃનાલ સાઇકિઆએ જણાવ્યું હતું કે ગુરૂવાર રાતે સલમારા ટી ગાર્ડનમાં કામ કરતા ૧૦૦થી વધુ મજૂરોએ ઝેરી દારૂ ગટગટાવ્યો હતો. આ તમામ લોકોએ એક જ વ્યકિત પાસેથી દારૂ ખરીદ્યો હતો.
આ ઘટનાના સંદર્ભમાં પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે. આસામના મુખ્યપ્રધાન સોનોવાલે આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. અઆ જિલ્લાના બે એક્સાઇઝ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે બિમાર લોકોને લાવવામાં આવ્યા ત્યારે જ ડોક્ટરોને ૧૨ લોકોને મૃત જાહેર કર્યા હતાં. થોડા સમય પછી વધુ ત્રણ અને શુક્રવારના રોજ વધુ ૧૫ લોકોનાં મોત થયા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY