પાલી,તા.૭
રાજસ્થાનના પાલી જિલ્લામાં ગણેશજીના મંદિરના બહાર એક નાબાલિક બાળકી ફુગ્ગા વેચી રહી તી પરંતુ આ ફુગ્ગાઓ પર પાકિસ્તાનના ઝંડા સહિત ‘લવ પાકિસ્તાન’ લખેલું હોવાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની જાણકારી મળતાં જ પોલીસ અધિકારી મંદિર પરિસર પહોંચીને તાત્કાલિક ફુગ્ગાઓને કબજામાં લીધા.
પ્રાપ્ત માહિતી અનુસાર નાબાલિક બાળકીને આ ફુગ્ગાઓ અંગે પૂછવામાં આવ્યું તો તેણીએ કહ્યું કે, મને કશુંય ખબર નથી. આ દરમિયાન ઘટનાસ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ મામલાની તપાસ કરવા માંગ કરી હતી. જાકે, પોલીસ ને મંદિર પરિસરથી પાકિસ્તાનના ઝંડા વાળો ફક્ત એક જ ફુગ્ગો મળ્યો હતો, અને જેના પર પાકિસ્તાન સમર્થિત વાત લખેલી હતી.
લોકોએ જ્યારે ફુગ્ગાના ફોટો લેવાનું શરુ કર્યું. ત્યારે બાળકીએ ફોટો લેવાનું કારણ પુછ્યું, ત્યારે બાળકીને આ ફુગ્ગાના વિવાદ અંગેનો ખ્યાલ આવ્યો. બાદમાં નાબાલિક બાળકીએ કહ્યું કે, એક સફેદ શર્ટ પહેરીને યુવક આવ્યો હતો, તેણે આ ફુગ્ગો આપ્યો હતો અને કહ્યું કે વેચી નાખજે.
બાકીના ફુગ્ગા જાધપુરથી ખરીદીને લાવ્યા હોવાનું બાળકીએ કહ્યું હતું. હાલ તો પોલીસે બાળકી જણાવેલાં જાધપુરની દુકાન પર ટીમ મોકલીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ,લોકોનું કહેવું એમ છે કે કોઈ પાગલ વ્યક્તિએ ચૂંટણી પહેલાં શાંતિ ડહોળવા માટે આ પ્રકારને લખાણ સાથે ફુગ્ગો બાળકીને વેચવા આપ્યો હોય તેમ બની શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




