ભાજપના અમુક નેતાઓ મોઢુ બંધ રાખેઃ ગડકરી

0
9

મીડિયા સાથે વાતચીતમાં ઓછું બોલવું જોઇએ
ન્યુ દિલ્હી,તા.૨૦
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, બીજેપીમાં અમુક લોકોને ઓછું બોલવાની જરૂર છે. બીજેપીના વરિષ્ઠ નેતા ગડકરીએ કહ્યું કે, નેતાઓ સામાન્ય રીતે મીડિયા સાથેની વાતચીત કરતી વખતે મિતવ્યયી (ઓછું બોલવું) થવું જોઇએ.
એક કાર્યક્રમમાં રાફેલ વિમાનના સોદા પર બીજેપી દ્વારા એક દિવસમાં ૭૦ પત્રકાર સંમેલન કર્યું હોવા વિશે પુછવામાં આવતા ગડકરીએ કહ્યું, અમારી પાસે એટલા નેતા છે, અને અમે તેમની સામે (ટીવી પત્રકારો) બોલવું પસંદ છે, એટલા માટે અમારે તેમને અમુક કામ આપવું છે.
ગડકરીએ કરી ‘બાંબે ટૂ ગોવા’ ફિલ્મની વાતગડકરીએ ૧૯૭૨ની હિન્દી ફિલ્મલ ‘બામ્બે ટૂ ગોવા’ના એક દ્દશ્યની વાત કરી જેમાં એક બાળકીના માતા-પિતા તેને જમતા રોકવા માટે તેના મોઢામાં કપડાનો ડૂચો નાંખી દે છે. તેમણે કહ્યું, અમારી પાર્ટીમાં પણ અમુક લોકો માટે આવા કપડાંની જરૂર છે.
જયારે તેમને પુછવામાં આવ્યું કે, શું ચુપ રહેવાનો આદેશ તે લોકો માટે પણ જરૂરી છે જે હનુમાનની જાતિ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ગોત્ર વિશે બોલે છે તો ગડકરીએ કહ્યું કે, તે તો મઝાક કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે, ન તો હું અને ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇ કાર્યક્રમ બાદ મીડિયા સામે બાઇટ આપીએ છીએ. રાફેલ સોદાની તપાસ માટે સંયુકત સંસદીય સમિતિ (જેપીસી) પસંદ કરવાની કોંગ્રેસની માંગ પર ગડકરીએ કહ્યું કે, શું જેપીસી સુપ્રીમ કોર્ટથી મોટી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY