વોશિંગ્ટન,તા.૧૯
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર જમાલ ખશોગીની હત્યા સાથે જાડાયેલા ઓડિયો રેકોડિંગ મોજૂદ હોવાની પુષ્ટિ કરી છે. જા કે, તેઓએ ખુદ કિલપ સાંભળી હોવાનો ઇન્કાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓને રેકોડિંગ સાંભળ્યા વગર જ જાણ છે કે, તેમાં હૃદય હચમચાવી દેનારી ઘટનાઓ અને હિંસા ભરેલી છે. એવું માનવામાં આવે છે કે, સીઆઇએએ ખશોગીની હત્યા દરમિયાન રેકોર્ડ થયેલી આ કિલપને સાંભળ્યા બાદ પ્રિન્સ સલમાનને દોષી ઠેરવ્યા છે.
ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ અત્યાર સુધી કમસે કમ પાંચ વખત તેઓને ફોન કરીને હત્યામાં સામેલ નહીં હોવાની વાત કરી ચૂક્્યા છે.
ટ્રમ્પે કહ્યું કે, ટેપ મોજૂદ હોવા છતાં મારી પાસે તેને સાંભળવાનું કોઇ કારણ નથી. હું ટેપ સાંભળ્યા વગર જ કહી શકું છું કે, તેમાં શું છે. આ ખૂબ જ હિંસક અને હૃદય હચમચાવી દેતી ઘટનાથી ભરેલી છે.
ટ્રમ્પે પ્રિન્સ સલમાનનો બચાવ કરતા કહ્યું કે, સાઉદી અમેરિકાના મિત્ર છે અને તેઓ એવા મિત્ર સાથે જાડાયેલા રહેવા ઇચ્છશે જે સંબંધો માટે સારાં હોય.
અમેરિકાએ ખશોગીની હત્યા બાદ વિઝા અને પ્રતિબંધ સહિત પહેલેથી જ નિર્ણાયક પગલાં ઉઠાવ્યા છે. આ સમાચાર એ ખબરોથી વિપરીત જણાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે, નેશનલ ઇન્ટેલિજન્સ એન્જસી અનુસાર, સાઉદી અરેબિયાના વલી અહદે પોતાના ટીકાકાર ખશોગીની હત્યાનો આદેશ આપ્યો હતો.
ટ્રમ્પને જ્યારે રિયાધ વિરૂદ્ધ સંભવિત કાર્યવાહી અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, નોકરી અને આર્થિક વિકાસના હિસાબે વાસ્તવમાં તેઓ શાનદાર સહયોગી રહ્યા છે. તમે જાણો છો કે, હું પ્રેસિડન્ટ છું, મારે અનેક બાબતો પર વિચાર કરવાનો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






