કોંગ્રેસ સિટિઝનશિપ બિલના નામે લોકોમાં ભ્રમ ફેલાવી રહી છેઃ આસામ મુખ્યપ્રધાન

0
6

ગૌહાટી,તા.૧૦
કોંગ્રેસે સિટીજનશિપ બિલનો વિરોધ કરતા અસમના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ સિટીજનશિપ બિલના નામે લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે. પરંતુ અસમના લોકો રાજકીય રીતે સંવેદનશીલ છે. કોંગ્રેસ એમને ભટકાવી ન શકે. અસમના લોકોએ હમેશા ભાજપને સાથ આપ્યો છે. જેનો હું આભારી છું.
સર્વાનંદ સોનોવાલ પહેલા પીએમ મોદીએ ગઈ કાલે કહ્યું હતુ કે, નાગરિકતા બિલના નામે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. સરકાર દેશને ઘુસણખોરથી મુક્ત કરવા કામ કરી રહી છે. અને અમારી સરકાર ઘુસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી. પહેલાની સરકારે એનઆરસી લાગુ નથી કર્યુ જેને અમારી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાગુ કર્યુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY