ગુજરાતમાં ૧ હજાર છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા માત્ર ૮૮૬..!!

0
7

ન્યુ દિલ્હી,તા.૧૩
ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, બાળકીઓ પ્રત્યે ગુજરાતનું વલણ પૂર્વાગ્રહભર્યું છે. ગુજરાતમાં ૧૦૦૦ છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ૮૮૬ જ છે. આ સંખ્યા પાછળ છોકરીઓને જન્મ ન આપવા સિવાય જન્મ બાદ તેની પૂરતી કાળજી ન લેવાના કારણે થતું મોત પણ જવાબદાર છે. આજના જમાનામાં પણ પુત્રનો મોહ છોકરીઓને ભરખી જાય છે.
ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના વધતા મૃત્યુદરના એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં ૧૯૯૬થી ૨૦૧૧ સુધીમાં દર વર્ષે સરેરાશ ૯,૩૩૧ બાળકીઓના મોત થયા છે. (ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર એપ્લાઈડ સિસ્ટમ એનાલિસીસ) દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે ૨.૩૯ લાખ બાળકીઓના મોત થાય છે.
વધારાનો મૃત્યુદર એટલે બંને જાતિમાં અપેક્ષિત અને અવલોકન કરેલા મૃત્યુદરનો તફાવત. પાંચ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના વધારાના મૃત્યુદર મામલે ભારત દેશમાં છઠ્ઠા સ્થાને છે. ૧૦૦૦ જીવિત જન્મેલી બાળકીઓમાંથી પાંચ વર્ષથી ઓછી ઉંમરની ૧૬ બાળકીઓ મોતને ભેટે છે. ઉત્તરપ્રદેશ છોકરીઓના વધારાના મૃત્યુદર મામલે ટોચ પર છે. ઉત્તરપ્રદેશમાં વાર્ષિક સરેરાશ ૭૬,૭૦૦ છોકરીઓના મોત થાય છે. ત્યાર બાદ બિહાર (૪૨,૫૦૦), રાજસ્થાન (૨૦,૯૦૦) આવે છે. તો અમદાવાદ જિલ્લામાં સરેરાશ વાર્ષિક ૧૫૦૦ બાળકીઓના મોત થાય છે. ત્યાર બાદ વડોદરા (૬૭૨) અને ભાવનગર (૫૪૧)નો ક્રમ આવે છે.
શિક્ષણનો અધિકાર, રોજગારી કે પ્રતિનિધિત્વના મુદ્દાઓ કરતાં પણ જાતિગત સામાનતાનો મુદ્દો ઉપર છે. છોકરીઓને પણ છોકરાઓ જેટલી જ સંભાળ, રસીકરણ અને પોષણ મળે તો બાળકીઓ જીવી શકે છે. ગુજરાતે બાળકીઓ પ્રત્યેનું વલણ બદલવું જ પડશે.’ રિસર્ચરે જણાવ્યું કે, ૧૯૯૬થી ૨૦૧૧ની વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનો વધારાનો મૃત્યુદર વાર્ષિક ૬,૫૩૪થી ૧૨,૧૨૮ સુધી પહોંચ્યો. રાજયએ સરેરાશ વાર્ષિક ૯,૩૩૧ બાળકીઓ ગુમાવી છે. જીઇજી (સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે), ૨૦૧૭ પ્રમાણે ૧૦૦૦ છોકરાઓની સામે ૨૦૧૭માં રાજયમાં છોકરીઓની સંખ્યા ૮૪૮ પર પહોંચી છે. ૨૦૦૫-૦૭માં આ આંકડો ૮૯૧ પર હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY