ચૂંટણી ઈફેક્ટ : મોદી સરકાર અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પેન્શન સ્કીમ લાવશે!!

0
14

ન્યુ દિલ્હી,તા.૧૩
ભાજપા અને મોદી સરકાર મિશન ૨૦૧૯ માટે ખાલી આયુષ્યમાન ભારતને જ નહીં પણ સોશ્યલ સિકયુરીટીને પણ એક મોટા ચૂંટણી હથિયાર તરીકે વાપરી શકે છે. ચૂંટણી પહેલા જ સરકાર સોશ્યલ સિકયુરીટીના રૂપમાં અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પેન્શન સ્કીમ રજુ કરે તેવી યોજના બનાવાઇ રહી છે. જેના દ્વારા લોકોને બતાવાશે કે જા મોદી સરકાર ફરીથી સત્તા પર આવશે તો દરેક વ્યકિતને રીટાયરમેન્ટ પછી પેન્શન મળશે. ભાજપા નેતાઓનું કહેવું છે કે આના દ્વારા પ્રજાને સંદેશ આપવામાં આવશે કે સત્તામાં પાછા ફર્યા પછી દેશના લોકોને અમેરિકાની જેમ સામાજિક સુરક્ષા મળી શકશે.
સુત્રોનું કહેવું છે કે સરકારી સ્તરે આ યોજના માટે ઝડપથી કામગીરી થઇ રહી છે. રાજયો સાથે પણ વાતચીત થઇ રહી છે. જાકે સરકાર પેન્શનની બધી યોજનાઓને એક જ સિસ્ટમ હેઠળ લાવવા માંગે છે. જેનાથી દરેક વ્યકિતને ઓછામાં ઓછી એક જગ્યાએથી પેન્શન મળશે. અત્યારે કેન્દ્ર અને રાજયના કર્મચારીઓને પેન્શન મળે છે. જયારે કેટલીક જગ્યાએ બુઝર્ગ પેંશન તો કયાંક વિધવા પેંશન છે. જા કે હજી એ સ્પષ્ટ નથી થયું કે આના માટે કેટલું ધનભંડોળ જાઇશે.
સુત્રો અનુસાર આ યોજનામાં એવી જાગવાઇ થઇ રહી છે કે રીટાયરમેંટની ઉંમરે જ પેંશન મળે. પેંશનની રકમ ઉપર પણ વિચારણા ચાલી રહી છે. ભાજપા નેતાઓને લાગે છે કે ચૂંટણી પહેલા સરકાર આ યોજનાનું ફકત માળખું જ રજુ કરશે અને જણાવશે કે જા તે સત્તામાં પાછી આવશે તો તેનો અમલ કરશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY