પોંડુચેરી,તા.૨
પોંડુચેરીમાં ગાંધી જયંતીના પ્રસંગે એક કાર્યક્રમમાં ઉપ રાજ્યપાલ કિરણ બેદી અને AIDMK એમએલએ વચ્ચે મંચ પર જારદાર રકઝક થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જાવા મળે છે કે કિરણ બેદી નારાજ છે અને એમએલએને કહી રહી છે કે કૃપા કરીને અહીંથી ચાલ્યા જાવ.
આ પછી AIDMK એ અનબલગને બે વખત કિરણ બેદીને પ્લીસ ગો કહ્યુ હતું. એમએલએએ જ્યારે એલજી કિરણ બેદીને પ્લીસ ગો કહ્યુ તો ત્યાં હાજર રહેલા ઘણા લોકોએ તાળીઓ પણ પાડી હતી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે ખુલ્લામાંથી શૌચ મુક્ત રાજ્ય જાહેર કરવા માટે પોંડચેરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળેલી જાણકારી પ્રમાણે સ્પીચ દરમિયાન એમએલએનું માઇક બંધ થઈ ગયું હતું જેમાં તે પોંડુચેરી પ્રશાસનની ટિકા કરી રહ્યા હતા.
એમએલએનો આરોપ છે કે કિરણ બેદીના કહેવા પર તેનું માઇક બંધ કરવામાં આવ્યું હતું. આ કારણે એમએલએ ભડકિયો હતો. વિવાદ થતા એમએલએએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જાકે આ મામલે કિરણ બેદીએ ટિવટ કરીને કહ્યુ હતું કે એક એમએલએના બોલવા દરમિયાન માઇક બંધ થઈ ગયું હતું, જ્યારે તેના ટુંકા ભાષણ માટે ભલામણ કરવામાં આવી હતી પણ તેણે અપીલ માની ન હતી. જેના કારણે એમએલએ ભડકિયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






