બારામુલ્લામાં ઘૂસણખોરી કરતા આતંકીને સેનાએ ઠાર કર્યો

0
43

બારામુલ્લા,તા.૧૯
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ઘુસણખોરીના પ્રયાસમાં એક આતંકીને સરહદ પર ઢેર કરી દેવામાં આવ્યો છે. રવિવારે સવારે બારામુલાના કસ્તૂરી નારમાં સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. ત્યારે હજૂ પણ કેટલાક આતંકીઓ સાથે સેનાની અથડામણ ચાલુ છે.
સરહદ પર ઈન્ટેલિજેન્સ એજન્સિએ એ ઈનપુટ આપ્યો હતો કે સરહદ પર ઘુસણખોરીના પ્રયત્ન માટે ૫૪૬ આતંકી બેસેલા છે. વિતેલા બે દિવસોમાં સેનાએ ચાર આતંકીને ઠાર માર્યા છે. તેઓને ઘુસણખોરી માટે પાકિસ્તાની સેના મદદ કરી રહી છે. આ તમામ આકંકી સરહદ પર સેનાની પોસ્ટ પર નજર રાખીને બેઠા છે. તેઓને ઘુસણખોરી દરમ્યાન પાકિસ્તાની સેના તરફથી કવર ફાયર પણ આપવામાં આવી રહ્યું છે.
સૂત્રોની માનીએ તો ફક્ત ટંગધર સેક્ટરમાં ૭૯ આકંકીઓના મૂવમેન્ટ જાવા મળ્યા હતા. તેની સાથે જ કેરન સેક્ટરમાં લગભગ ૧૧૭ આતંકીઓના એક્ટિવ હોવાની સૂચના છે. આ તમામ આતંકીઓને પાકિસ્તાની સેના પાસેથી મદદ મળી રહી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY