બે વર્ષમાં ટીવીના ભાવમાં ૪૦ ટકા ટકાનો ઘટાડો નોંધાયો

0
57

ન્યુ દિલ્હી,તા.૧૯
સમગ્ર દેશમાં ટીવી માર્કેટમાં પપ ઈન્ચના ટીવીને લઈને પ્રાઈસ વોર શરૃ થઈ ગયો છે. પહેલા આ પ્રાઈસ વોર ફક્ત ૪૩ ઈન્ચની ટીવીમાં જાવા મળતો હતો. બજાર નવી કંપનીઓની એન્ટ્રીને કારણે ટીવીના ભાવમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો છે. કિંમતમાં ઘટાડો થવાને કારણે કેટલીક મોટી બ્રાન્ડ ઉપર પ્રતિકૂળ અસર થઈ છે.
ભારતીય ટીવી માર્કેટમાં મોટો ફેરફાર આવી રહ્યો છે અત્યારે ભારતમાં ટીવીનું વેચાણ કરતી ૭૦ કરતા વધારે કંપનીઓ છે. જ્યારે બે વર્ષ અગાઉના ભારતીય બજારમાં અમુક જ કંપનીઓ હતી જે પોતાની ટીવીનું વેચાણ કરતી હતી. તે સમય આ કંપનીઓ ટીવીના ભાવ એટલા રાખ્યા હતા કે એક સામાન્ય માણસને પણ તેની ખરીદી કરતી વખત વિચારવુ પડતુ હતું.
ર૦૧૬ તુલનાએ ર૦૧૮માં ટીવીના ભાવમાં મોટો ઘટાડો થયો છે પહેલા ૩ર ઈન્ચ એચડી રેડી ટીવીની કિંમત રૃ.૧૩,પ૦૦ હતી જે હવે ફૂલ એચડી સ્માર્ટ ટીવી આ ભાવમાં મળી જાય છે. બે વર્ષ અગાઉ ૪૩ ઈન્ચની સ્માર્ટ ટીવીની કિંમત રૃ.પ૦,૦૦૦ હતી જે અત્યારે રૃ.૩૦,૦૦૦ આસપાસમા મળી જાય છે. હવે પપ ઈન્ચની ટીવી રૃ.પપ૦૦૦માં સરળતાથી મળી રહે છે જ્યારે ર૦૧૬માં આ ટીવીની કિંમત રૃ.૮૦,૦૦૦ હતી.
નોંધનીય છે કે, ટીવી માર્કેટમાં નવી કંપનીઓના આગમન થયુ હોવા છતાં અત્યારે પણ સોની, સેમસંગ અને એલજી જેવી કંપનીઓનું પ્રભુત્વ જાવા મળે છે. જા કે, શાયોમી, થોમસનતથા ટીસીએલ જેવા કંપનીઓ ઓનલાઈન ડીલથી સારા ગ્રાહક મેળવી રહી છે. જેના કારણે અગ્રણી કંપનીઓનું બજારમાં હિસ્સો સતત ઘટી રÌš છે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધારે ર૪,૩ર તથા ૪૩ ઈન્ચની ટીવી ખરીદી કરે છે હાલ પ૦ ઈન્ચ અને તેના વધુ સાઈઝ વાળી ટીવીની માગ ભારત આટલી નથી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY