હાફિઝની નાપાક હરકત,આઈએસઆઈ સાથે મળીને નવા સ્થળો પર ટ્રેનિંગ કેમ્પ ખોલ્યા

0
88

ન્યુ દિલ્હી,તા.૨૬
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઓપરેશન આતંકનો ટેલેન્ટ હંટ ડિકોડ કર્યું છે. તેના પરથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ આતંકી હાફિઝ સઈદ સાથે મળીને નવાં સ્થળો પર ટ્રેનિંગ કેમ્પ ખોલ્યાં છે.
આઈએસઆઈના દસ્તાવેજા પરથી જાણવા મળ્યું છે કે હાફિઝ સઈદ આઈએસઆઈ સાથે મિલીભગત કરીને આતંકીઓની ભરતી કરીને નવા સ્થળોએ ટ્રેનિંગ કેમ્પ ખોલી રહ્યો છે. આ કેમ્પ આઈએસઆઈ અને હાફિઝ સઈદ મળીને પાક. હસ્તકના કાશ્મીરમાં બોઈ, મદારપુર, ફગોસ અને દેવડિયામાં ખોલ્યા છે.
ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટથી ફફડી ઊઠેલા આતંકી સંગઠન લશ્કરે-એ-તોઈબાની આ એક મોટી સાજિશ છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ લશ્કરની આ નવી સાજિશને ઈન્ટરસેપ્ટ કર્યા બાદ ડિકોડ કરી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર લશ્કર-એ-તોઈબાએ ભરતી કરેલા આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન માટે પ્રથમ વાર ચાર ઝોનમાં ડિવાઈડ કર્યું છે. આતંકી હુમલા માટે ચારમાંથી એક ઝોન જમ્મુને બનાવવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY