બ્રિટનના શહેના હેસલ રોડ પર સેક્સ વર્કરો બાળકો સમક્ષ સેક્સનો પ્રસ્તાવ મૂકે છે..!!

0
1

બ્રિટન,તા.૨
બ્રિટનના દરેક શહેના હેસલ રોડ પર નિકળવું આજકાલ લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યુ છે. બાળકો સાથે હોય કે પોતાની પ્રેમિકા કે પત્ની સાથે, આ સડક પરથી પસાર થવા પર વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ સેક્સ વર્કર્સના કારણે ઉભી થઈ છે.
બ્રિટિશ મીડિયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સેક્સ વર્કર્સની સંખ્યા અનેકઘણી વધી ગઈ છે. તે સતત ગ્રાહકોની શોધમાં રહે છે. ગ્રાહકોની શોધમાં રહેતી આ સેક્સ વર્કર્સ ક્યારેક માતા-પિતાની સામે જ બાળકો સમક્ષ સેક્સનો પ્રસ્તાવ મુકી દે છે.
આ વિસ્તારના એક રહેવાસીનું કહેવું છે કે, ઘણી વાર તો અમે જ્યારે બાળકોને સ્કૂલે છોડીને ઘરે પાછા આવીએ છીએ ત્યારે સેક્સ વર્કર્સ અમને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે.
અન્ય એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા પ્રમાણે હવે પરિવાર સાથે રહેતા લોકો માટે આ સ્થિતિ ખુબ જ અસહજ છે. ઘણી વાર તો સવારના સમયે જ બાળકો સાથે જતા પુરૂષોને પણ સેક્સ વર્કર્સ વિચિત્ર પ્રકારની ઓફર મુકી દે છે. આ સમયે બાળકો સામે જ સેક્સ વર્કર્સને શું પ્રતિક્રિયા આપવી તે મુશ્કેલ બની જાય છે. હવે આ વાત માત્ર મજાક નથી રહી ગઈ. પ્રશાસને પણ પરિજનો વિષે વિચાર કરવો જાઈએ.
સ્થાનિકો માતે વધુ એક મુશ્કેલી એ પણ છે કે, મોટા ભાગની સેક્સ વર્કર્સ ડ્રગ્સ લેતી હોય છે અથવા અન્ય નશો કરતી હોય છે. ઘણીવાર તો તે ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાતી સિરિંજ અને ફોઈલ પેપર આમ-તેમ ફેંકી દેતી હોય છે. નશાની હાલતમાં કેટલીક સેકસ વર્કર્સનો પોતાના પર જ કંટ્રોલ નથી હોતો. આ સ્થિતિમાં બાળકો સાથે ઘરની બહાર નિકળતા પરિજનો માટે અસુવિધાજનક સ્થિતિ ઉભી થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY