ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવા ગાંગુલીએ કરી માંગ

0
9

ન્યુ દિલ્હી,તા.૨૬
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ જારી વનડે સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાના પોતાના સૌથી મુશ્કેલ પ્રવાસમાંથી એક એવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના સફળ કેપ્ટનમાંથી એક એવા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટમાં સ્થાન મળવું જાઈએ.
એક ન્યૂઝ ચેલ સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે, રોહિત સમયની સાથે પરિપક્વ થઈ ગયો છે અને તક મળવા પર તે ટેસ્ટમાં પણ સારું પ્રદર્શન કરશે. માટે તેને આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સ્થાન મળવું જાઈએ. ગાંગુલીએ આગળ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં આપણે રોહિતનું પ્રદર્શન જાઈએ તો, ક્રિકેટર તરીકે તે પહેલા કરતાં વધારે સારી બેટિંગ કરે છે. એવામાં સિલેક્ટર્સને તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવું જાઈએ.
રોહિતે શોર્ટર ફોર્મેટમાં ખુદેન સાબિત કર્યો છે અને હાલમાં જ તેની કેપ્ટનશીપમાં ભારતે એશિયા કપ પણ જીત્યો છે. ભારતીય ટીમ ૬ ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જાકે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY