ચંડીગઢ,તા.૧૦
૩૪ વર્ષની મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પર અન્ય પુરુષ પોલીસ અધિકારીએ છેલ્લા છ વર્ષ સુંધી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના છત્તિસગઢ રાજ્યનાં બિલાસપુર જિલ્લામાં બની હતી. મહિલા પી.એસ.આઇનો આરોપ છે કે, આરોપી પોલીસ અધિકારીએ તેમના પર સતત છ વર્ષ સુંધી દુષ્કર્મ આચર્યુ હતું.
બિલાસપુરનાં એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ગ્રામ્ય) અર્ચના ઝાએ જણાવ્યુ કે, આ મામલે આરોપી પી.એસ.આઇ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પોલીસ ઝાંઝગીર-ચાંપા જિલ્લામાં આપેલા ચામ્પા પોલીસ સ્ટેશનમાં સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. મહિલા પોલીસ પી.એસ.આઇએ પાંચ મહિના પહેલા આરોપી પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતની તપાસ કરતા તેમના આરોપોમાં સત્ય જણાતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તે આરોપી પોલીસ અધિકારી સાથે ૨૦૧૨માં તાલીમ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા અને આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. જા કે, થોડા મહિનાઓ પહેલા આરોપીએ મહિલાને એવુ કહી દીધુ હતુ કે, તે અન્ય મહિલા સાથે લગ્ન કરશે. આ પછી મહિલા પી.એસ.આઇએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યુ કે, જ્યારથી ફરિયાદ નોંધાણી છે ત્યારથી આરોપી પી.એસ.આઇ નાસતો ફરે છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



