મુંબઈ,તા.૩૦
થોડા સમય પહેલાં ફિરોઝ નડિયાદવાલાએ પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ત્રિપુટીવાળી હેરાફેરી સિરીઝની નવી ફિલ્મ ‘હેરાફેરી-થ્રી’ની જાહેરાત કરી હતી. ફિલ્મને ઈન્દ્ર કુમાર દિગ્દર્શિત કરશે અને આગામી ૨૦૧૯ના ક્રિસમસમાં રિલીઝ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું, પરંતુ હાલની સ્થિતિમાં હેરાફેરી-થ્રી શરૂ થાય તે માટેના કોઈ એંધાણ નજરે નથી પડી રહ્યાં.
માત્ર એક લાઈનના આઈડિયાના આધારે હેરાફેરી-થ્રી અને તેના કલાકારોની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અક્ષય કુમારે ફિલ્મ બાબતે કહ્યું હતું કે હું ખુબ જ ઉત્સુક છું ફિલ્મને લઈને પરંતુ જ્યાં સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ મારા દિમાગમાં નહીં બેસે ત્યાં સુધી હું આગળ નહીં વધુ અને જ્યારે મને ફિલ્મની વાર્તા ગળે ઉતરી જશે ત્યારે સામટી તારીખો આપતા પણ નહીં અચકાઉં. આ પહેલાં પણ બે-એક વાર ફિલ્મ માટે અમે ચર્ચા કરી છે, પરંતુ હજુ સુધી સંતોષજનક સ્ક્રિપ્ટ નથી મેળવી શક્યાં. હાલમાં દિગ્દર્શક ઈન્દ્ર કુમાર ‘ટોટલ ધમાલ’ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે તેથી જાન્યુઆરી, ૨૦૧૯ બાદ જ તેઓ હેરાફેરી-થ્રીના નિર્માણમાં ધ્યાન આપી શકશે. આમ લગભગ ૨૦૨૦ના વર્ષમાં ફિલ્મ ફ્લોર પર જશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







