હિમાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા : રિક્ટર સ્કેલ પર ૩.૦ની તીવ્રતા નોંધાઈ

0
10

શિમલા,તા.૨૨
હિમાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૦ માપવામાં આવી. ભૂકંપના ઝટકા કિન્નોરમાં સવારે ૯.૧૧ કલાકે અનુભવાયા. આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું જાનમાલને નુકસાન થવાના સમાચાર આવ્યા નથી.
આ પહેલાં ૨૦ સપ્ટેમ્બરે હિમાચલના સીરમોરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ દરમિયાન રાજ્યમાં વરસાદ પણ વધુ રહ્યો હતો. ભૂકંપના કારણે લોકો ડરી ગયા હતા. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સાંજે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના લીધે કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. ભૂકંપની તીવ્રતા ઓછી હતી, પરંતુ લોકોમાં ડરનો માહોલ હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે ૬.૦ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ માપવામાં આવ્યો હતો. રાજ્યમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિ.મી. ઊંડાણમાં કેન્દ્રિત હતું.
લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કોઈ નુકસાન થયું નથી, પરંતુ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા અને ઘણા સમય સુધી અંદર જઈ રહ્યા ન હતા. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં બીજી વખત ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY