મુંબઈ,તા.૧૭
મોખરાના અભિનેતા અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિટ સિરિઝ હાઉસફૂલની ચોથી કડીનું શૂટિંગ રાજસ્થાનના જેસલમેર પેલેસમાં યોજાતાં ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારો ઉત્તેજિત થઇ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું.
સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મની પહેલી બે કડીનું ડાયરેક્શન સાજિદ ખાને કર્યુ ંહતું. પછી બંને સાજિદ વચ્ચે ગેરસમજ થતાં ત્રીજી કડીનું ડાયરેક્શન અન્યને સોંપવામાં આવ્યું હતું. જા કે ત્રીજી કડી ફ્લોપ નીવડતાં ચોથી કડીમાં ફરી સાજિદ ખાન આવ્યા હતા.
અક્ષય કુમાર ઉપરાંત રિતેશ દેશમુખ, કૃતિ સનોન, અર્શદ વારસી વગેરે કલાકારો પહેલેથી આફિલ્મ સાથે સંકળાયેલાં હતાં. ચોથી કડીમાં પુનર્જન્મની વાતો સાંકળી લેવાની પણ યોજના છે એમ આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યું હતું.
રાજસ્થાનના રણથંભોરના જંગલ વિસ્તારમાં કેટલુંક શૂટિંગ કર્યા બાદ જેસલમેર પેલેસમા આ ફિલ્મનું શૂટિંગ આગળ વધ્યું હતું. જેસલમેર રાજ પરિવાર તરફથી આ યુનિટનું સરસ સ્વાગત યોજાયું હતું અને શૂટિંગની બધી જરૃરી સગવડો પૂરી પાડવામાં આવી હતી.
કૃતિ સનોને ટ્વીટર પર આ સમાચારને સમર્થન આપતી ટ્વીટ મૂકી હતી. બાહુબલિની જેમ આ ફિલ્મમાં રમૂજ ખાતર કેટલાક વાર સીન્સ પણ શૂટ કરવામાં આવશે એવું પણ જાણવા મળ્યું હતું. આ સિરિજ એેક સુપરહિટ કોમેડી ફિલ્મ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




